ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By વાર્તા|
Last Modified: ગુડગાંવ , ગુરુવાર, 28 ફેબ્રુઆરી 2008 (16:08 IST)

નાનકડા ગામમાં ફુટબોલ એકેડમી

ગુડગાંવ(વાર્તા) અખિલ ભારતિય ફુટબોલ મહાસંઘ દ્વારા હરિયાણાના ગુડગાંવ જિલ્લાના ખોબલા જેવડા ગામ ભોંડસીમાં ઓએનજીસી રાજીવ ગાંધી રાષ્ટ્રીય ફુટબોલ એકેડમી સ્થાપીત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કેન્દ્રીય સૂચના તેમજ પ્રસારણ મંત્રી તથા એઆઈએફએફના અધ્યક્ષ પ્રિયરંજન દાસમુંશીએ ગઈકાલે સાંજે આ યોજનાની સત્તાવાર માહિતી આપી હતી. હરિયાણાના મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ હુડ્ડાએ ફુટબોલ એકેડમીની સ્થાપનામાં રાજ્ય સરકાર દ્વારા યથાસંભવ મદદ કરવાની તૈયારી બતાવી હતી.