ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|
Last Modified: પોંડીચેરી , મંગળવાર, 29 ડિસેમ્બર 2009 (17:19 IST)

પોંડીચેરીના મુખ્યમંત્રી સાથે પેસની મુલાકાત

ટોચના ટેનિસ સ્ટાર લિએંડર પેસે અહીં સ્પોર્ટ્સ સાઇંસ કમ મેડિસિન એંડ ટ્રેનિંગ સેંટર બનાવવા માટે આજે પોંડીચેરીના મુખ્યમંત્રી વી વૈદ્યલિંગમ સાથે મુલાકાત કરી.
.
વૈદ્યલિંગમે બાદમાં પત્રકારોને કહ્યું કે, પેસે યુવાઓ માટે વૈશ્વિક સ્તરની વિભિન્ન રમત ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને પોંડીચેરીમાં સેંટર બનાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

તેમણે કહ્યું કે, ' અમે આ યોજના માટે અમારુ સમર્થન વ્યક્ત કરી દીધું છે, જો કે, હાલ વાતચીત શરૂઆતી ચરણમાં છે. પેસે બેઠક બાદ કહ્યું કે, આ પ્રકારના સેંટરથી પોંડીચેરી વૈશ્વિક સ્તર પર આગળ વધશે.'

તેમણે કહ્યું, ' આ ધ્યાન ભંગ કરવા માટેની કોઈ વસ્તુ નથી, જેવી કે, અન્ય શહેરોમાં જોવા મળે છે. અમે વિભિન્ન રમત ગતિવિધિઓમાં યુવાઓની પ્રતિભાઓ આગળ લાવી શકીએ છીએ.'

તેમણે આ બેઠકને ફળદાયી જણાવી. રમત મંત્રી મલાડી કૃષ્ણા રાવ અને મુખ્ય સચિવ આર ચંદ્રમોહન પણ આ બેઠકમાં હાજર હતાં.