શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|
Last Modified: પેરિસ , બુધવાર, 14 જુલાઈ 2010 (17:06 IST)

પ્રાયોજક સફળતાનો ઉત્સવ ઉજવી રહ્યા છે.

W.D
એડીડાસ ભલે વિશ્વ ચેમ્પિયન હોય પરંતુ ટૂર્નામેંટનો વિજયી ગોલ તો નાઈકીએ જ દાગ્યો. વિશ્વકપ ફૂટબોલમાં સપ્લાયર અને પ્રાયોજક દુનિયાના સૌથી વધુ જોવાનારી આ રમતના આયોજનની અપ્રતિમ સફળતાનો જોરશોરથી ઉત્સવ ઉજવી રહ્યા છે.

સ્પેનિશ ટીમની કિટ પુરી પાડનાર એડીડાસને ટ્રેડમાર્ક ત્રણ પટ્ટીઓ ટીમની પોડિયમ સુધી પરેડ દરમિયાન ખેલાડીઓના પગના તળિયે હતી.

બ્રાંડના એક પ્રવક્તાએ કહ્યુ કે એડીડાસ વિશ્વ ચેમ્પિયન છે. પરિણામ ખૂબ જ પોઝીટીવ રહ્યુ. એડીડાસની નજર આ વર્ષે 19 અરબ ડોલરના વેચાણ પર છે અને સૌથી વધુ વેચાણ કરી રહી છે. વિવાદાસ્પદ 'જાબુલાની' ફૂટબોલ કંપનીએ જર્મનીના 12 લાખ શર્ટ વેચ્યા. મેક્સિકો, અજેંટીના, દક્ષિણ આફ્રિકા અને સ્પેનની 10-10 લાખ શર્ટ વેચાઈ છે.

ડચ ટીમના સપ્લાયર નાઈકીએ એ વાત પર જોર આપ્યુ છે કે ફાઈનલ મેચની 116મી મિનિટે સ્પેનના આંદ્રેસ ઈનિએસ્તાએ ગોલ કર્યો, જેમા નાઈકેના જ જૂતા પહેરી રાખ્યા હતા. મતલબ વિજેતા ગોલ નાઈકીનો હતો.

અમેરિકાની આ કંપનીના પ્રવક્તા ચાર્લેસ બ્રૂક્સે કહ્યુ કે પિચ પર નાઈકીના જૂતા વધુ હતા. લગભગ 47 ટકા ખેલાડીઓએ નાઈકી પહેર્યા હતા અને 32 ટકાએ એડીડાસ.