બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|

બંગાળના મંત્રીઓએ ફીફાના નિયમ તોડ્યાં

ફીફા વિશ્વ કપ ટ્રોફીના ભારતમાં અહીં પ્રથમ વખત અનાવરણ દરમિયાન પશ્ચિમ બંગાળ સરકારના બે મંત્રીઓએ આ પ્રતિષ્ઠિત ટ્રોફીને અડીને નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

1990 વિશ્વ કપ વિજેતા ટીમના કપ્તાન જર્મનીના લોથાર મથાઉસ દ્વારા ટ્રૉફીનું અનાવરણ કર્યા બાદ બંગાળના રમત મંત્રી કાંતી ગાંગુલી તથા પીડબ્લ્યૂડી મંત્રી કશિતી ગોસ્વામીએ આ ટ્રોફીને પોતાના હાથ વડે સ્પર્શી.

ફીફાના મીડિયા મેનેજર લિંગલિંગ લિઊ એ જણાવ્યું કે, નિયમો અંતર્ગત વિશ્વ કપ ટ્રોફીને સ્પર્શ કરવાનો અધિકાર માત્ર રાષ્ટ્રાધ્યક્ષ અથવા તો ભૂતપૂર્વ વિજેતા ટીમને હોય છે. જો કે, તેમણે એ સ્પષ્ટ કર્યું છે, મંત્રીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે.

બીજી તરફ અખિલ ભારતીય ફુટબોલ મહાસંઘના ઉપાધ્યક્ષ સુબ્રત દત્તાએ જણાવ્યું કે, મંત્રીઓએ જાણી જોઈને ટ્રોફીનો સ્પર્શ કર્યો નહીં હોય. બન્ને મંત્રીઓથી અજાણતા એવું થઈ ગયું હશે.

દત્તાએ કહ્યું કે, મંત્રીઓને ફીફાના નિયમો વિષે નિશ્વિત રીતે માહિતી ન હતી અને તેમણે એવું જાણી જોઈને કર્યું નથી.