ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|
Last Modified: જમશેદપુર , મંગળવાર, 6 ઑક્ટોબર 2009 (15:42 IST)

બોક્સર મેરીકોમ 27 ઓક્ટોબર સુધી બરખાસ્ત

દેશની ખ્યાતનામ બોક્સર એમસી મેરીકોમને ગુસ્સો આવ્યો છે અને તે ખુબ જ નારાજ છે. એમસી મેરીકોમનો ગુસ્સા બોકસિંગના નિર્ણાયકો પર છે.

હકીકતમાં મેરીકોમને આ ગુસ્સો એ સમયે ચરમસીમાએ પહોંચ્યો જ્યારે તે હરિયાણાની એક ખેલાડી પિંકી ઝાંગરાથી હારી ગઈ. ત્યાર બાદ મેરીકોમે સ્પર્ધાના નિર્ણાયકો પર આરોપ લગાવ્યો છે કે, તેની સાથે ભેદભાવ કરવામાં આવ્યો.

જો કે, આ પૂરી અથડામણ બાદ રમત ભાવનાથી વિપરીત વ્યવહાર કરવાના આરોપમાં નેશ્નલ બોક્સિંગ ફેડરેશને તેને 27 ઓક્ટોબર સુધી બરખાસ્ત કરી દીધી છે.