શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 9 એપ્રિલ 2012 (10:11 IST)

બોક્સર વિજેન્દ્ર ઓલિમ્પિક માટે ક્વોલિફાઈડ

P.R
ભારતીય બોક્સર વિજેન્દર સિંગે કજાકસ્તાનના અસ્તાનામાં ઓલિમ્પિક ક્વોલિફાયર્સના સેમિફાઈનલમાં પહોંચી લંડન ઓલિમ્પિકમાં ક્વોલિફાય કરી લીધુ છે. આ સાથે જ વિજેન્દર સિંહ 75 કિ.ગ્રાની કેટેગરીમાં ઓલિમ્પિકમાં એન્ટ્રી કરનાર પ્રથમ ભારતીય બોક્સર બની ગયો છે.

આ પહેલા વિજેન્દર ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બોક્સરનું બુમાન પણ હાંસલ કરી ચૂક્યો છે.
ક્વોલિફાઈંગ રાઉન્ડમાં વિજેન્દરે મોંગોલિયાના ચુલુન્તુમુર 27-17થી પરાજય આપ્યો હતો. 26 વર્ષીય વિજેન્દર ગયા વર્ષે યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ થકી લંડન ઓલિમ્પિકની ટિકીટ હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યો હતો.

ક્વોલિફાય રાઉન્ડના સેમિફાઈનલમાં પહોંચ્યા બાદ વિજેન્દે કહ્યું હતુ કે, " મે મારા ટીકાકારોને વળતો જવાબ આપ્યો છે, જે એમ કહેતા હતા ગયા વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં નિષ્ફળ ગયા બાદ મારી કારકિરદી ખતમ થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, 2008ના ઓલિમ્પિક પહેલા પણ વિજેન્દરે કજાકસ્તાનમાં રમાયેલા એશિયન ક્વોલિફાયર્સમાં ગોલ્ડ મેડલ પણ જીત્યુ હતુ.