ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|
Last Modified: ઢાકા , રવિવાર, 31 જાન્યુઆરી 2010 (14:54 IST)

ભારતીય હોકી ટીમે નેપાળને હરાવ્યું

ભારતની પુરૂષ હોકી ટીમે આજે અહીં દક્ષિણ એશિયાઈ રમતોની શરૂઆતી મુકાબલામાં ગેર અનુભવી નેપાળને 21-0 થી હરાવી દીધું.

અજિતેશની આગેવાની વાળી ભારતીય ટીમે શરૂઆતથી જ દબદબો કાયમ રાખ્યો અને નેપાળની ટીમને એક પણ મૌકો ન આપવા દીધો.

ભારતે પ્રથમ ગોલ મેચના 13 માં સેકન્ડમાં કર્યો અને ફરી 35 મિનિટમાં 10 ગોલ ફટકાર્યા. પ્રથમ હાફમાં 0-10 થી પાછળ રહેનારી નેપાળની ટીમ માટે પુનરાગમન કરવું ઘણું મુશ્કેલ હતું કારણ કે, ભારતીય ટીમને બીજા હાફમાં 11 ગોલકરીને શાનદાર જીત નોંધાવી. ભારતના રોશનને મેન ઓફ ધિ મેચ જાહેર કરવામાં આવ્યાં.