શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|
Last Modified: પેરિસ , શનિવાર, 30 મે 2009 (11:23 IST)

ભૂપતિ નોલ્સ બીજા રાઉન્ડમાં

મહેશ ભૂપતિ અને માર્ક નોલ્સે ફ્રેન્ચ ઓપનના પુરૂષ ડબલમાં આજે અહીંયા સીધા સેટમાં જીત મેળવી પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી છે.

ભૂપતિ અને બહમાસના જોડીદાર નોલ્સે જોસલિન ઓઆના અને જો વિલ્ફેડ સોગાની ફ્રાંસીસી જોડીને 6-3, 6-2થી હાર આપી હતી. ભૂપતિ અને નોલ્સની ચોથા ક્રમની જોડીએ મેચ ઉપર દબદબો રાખ્યો હતો કે તેમને કોઇ પણ સમયે બ્રેક પોઇન્ટ ગુમાવવાના દબાણથી પસાર થવું પડ્યું ન હતું.

બીજા રાઉન્ડમાં તેમનો મુકાબલો સ્વીડનના જ્હોન બૂનસ્ટ્રોમ અને હોલેન્ડના જીન જુલિયન રોજરની જોડી સાથે થશે.