બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: લુધિયાણા. , બુધવાર, 11 મે 2016 (14:41 IST)

યૌન ઉત્પીડનના આરોપોમાં ફંસાયેલા હોકીના કપ્તાન સરદાર સિંહને મળી મોટી રાહત

ભારતીય હોકી ટીમના કપ્તાન સરદાર સિંહ પર લાગેલ યૌન ઉત્પીડનના આરોપો પર પંજાબ પોલીસને ક્લીન ચિટ આપી છે. સરદાર સિંહ પર એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તે તેમના ફિયાંસ છે. જ્યારે કે સરદાર સિંહે પહેલા જ તેમના આરોપોનું ખંડન કર્યુ હતુ.
 
ઉલ્લેખનીય છે કે સોમવારે ચંડીગઢ પ્રેસ વાર્તામાં અર્શપાલ કૌર પહેલીવાર મીડિયાની સામે આવી. આ દરમિયાન તેણે પોતાની વકીલની સાથે પ્રેસ કૉન્ફ્રેંસ કરીને પોલીસને પણ નિશાન પર લીધુ અને કહ્યુ કે પોલીસ સરદાર સિંહને બચાવી રહી છે. તેણે કહ્યુ કે હુ સરદાર સાથે ભૈની સાહિબ ગઈ હતી. જે લુધિયાણા જીલ્લામાં આવે છે. પણ છતા પણ પોલીસ આને પોતાના ન્યાય ક્ષેત્રથી બહારની ઘટના બતાવી રહી છે.  
 
સરદાર સાથે પોતાના વ્યક્તિગત સંબંધોને નકારતા તેમને આરોપ લગાવ્યો કે તે તેમની મિત્ર નહી પણ ફિયાંસી હતી. અર્શપાલ કૌરે કહ્યુ કે વર્ષ 2012માં તેમના સંબંધોની શરૂઆત થઈ હતી અને 2014માં બંનેની સગાઈ થઈ હતી. અર્શપાલ મુજબ અબોર્શન પછી તેઓ મારાથી દૂર થવા લાગ્યા અને મને ઈગ્નોર કરવા લાગ્યા.  એટલુ જ નહી પણ લગ્ન કરવાની પણ ના પાડી દીધી.  સરદાર સિંહે મને સેક્શુઅલી હેરેસ કરવા ઉપરાંત ઈમોશનલી અને મેંટલી પણ ટોર્ચર કર્યા. અર્શપાલે જણાવ્યુ કે તે હોકી ખેલાડી છે અને બ્રિટનની અંડર-19 મહિલા હોકી ટીમમાં રમી ચુકી છે.  તેના પિતા બ્રિટનમાં હોકી કોચ રહી ચુક્યા છે. તેમણે કહ્યુ કે તે સરદાર સિંહ સાથે આ મુદ્દે બિલકુલ પણ સમજૂતીના પક્ષમાં નથી અને પોતાના ઈંસાફ માટે લડાઈ કરતી રહેશે.