બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 31 માર્ચ 2010 (11:11 IST)

સાનિયાને પાકિસ્તાની વીઝા મળ્યાં

ND
N.D
આજે દરેક વ્યકિતના મુખ પર એક જ પ્રશ્ન છે કે, આખરે સાનિયા મિર્જા અને શોએબ મલિક વચ્ચે પ્રેમના અંકુર ક્યારે ફૂંટ્યાં. આ મધુરતાને આગળ વધારતા સાનિયાએ પાકિસ્તાની વીઝા પ્રાપ્ત કરી લીધા છે.

સાનિયા અને તેની માતા નસીમા મિર્જાએ મંગળવારે પાકિસ્તાન ઉચ્ચાયોગમાં તમામ ઔપચારિકતા પૂર્ણ કરી જ્યારે શોએબ મલિકના પરિવારના છ સભ્યોએ પણ ભારતીય વીઝા માટે આવેદન કર્યું છે.

શોએબ મલિક પણ ટૂક સમયમાં આવેદન કરશે. બન્ને વચ્ચે પ્રથમ મુલાકાત ઓસ્ટ્રેલિયામાં થઈ. આ દરમિયાન સાનિયાએ પોતાના નાનપણના મિત્ર સોહરાબ મિર્જા સાથે સગાઈ તોડવાની જાહેરાત કરી.

માનવામાં આવી રહ્યું છે કે, તેનું કારણ પણ શોએબ જ હતાં. સાનિયા સાથે દિલ્હી પહોંચેલી તેની માતા નસીમાએ કહ્યું કે, અમને વીઝા મળી ગયા છે અને અમે ખુશ છીએ.