ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|
Last Modified: લંડન , શુક્રવાર, 12 માર્ચ 2010 (16:51 IST)

સેરેના વિલિયમ્સ સાથે લગ્ન કરશે રૈપર કોમન ?

ND
N.D
'કોમન' નામથી મશહૂર રૈપ સ્ટાર લોની રાશિદ લિને હાલના દિવસોમાં એ અફવાહને હવા આપી દીધી છે કે, તે ટૂક સમયમાં જ અમેરિકી ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ થી લગ્ન કરવા માટે જઈ રહ્યાં છે. કોમને એ પણ કહ્યું છે કે, તે સેરેના સાથે પોતાના પ્રેમ સંબંધોને સાર્વજનિક કરવા જઈ રહ્યાં છે.

સૂત્રોએ કોમનના હવાલે લખ્યું છે કે, ' સેરેના સુંદર છે. તે મજાકિયા અને મજબૂત મહિલા છે. હું તેની જિંદાદિલી અને મજબૂતીથી પ્રેમ કરું છું. તે હ્રદયથી ખુબ જ નરમ છે. તે બેજોડ છે.'

સેરેના અને કોમન વચ્ચે છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધ ચાલી રહ્યો છે. આમ જોઈએ તો બન્ને વચ્ચે ઉમરની દૃષ્ટિએ 10 વર્ષનો તફાવત છે. કોમન કહે છે કે, તે સેરેનાની અદાઓ પર ફિદા છે.