શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. કલાકારોની પ્રોફાઇલ
Written By નઇ દુનિયા|

સદાબહાર અભિનેતા : દેવ આનંદ

જન્મ દિવસ વિશેષ

N.D
સદાબહાર હીરોના નામથી ઓળખાતા દેવ આનંદ એક અભિનેતાના રૂપમા&ં પોતાની જુદી ઓળખ બનાવી અને એક નિર્માતા-નિર્દેશકના રૂપમાં પણ તેમણે જુદા જ પ્રકારની ફિલ્મો બનાવી. ગયા વર્ષે આવેલ પોતાની આત્મકથામાં તેમણે ફિલ્મો અને જીંદગી સાથે જોડાયેલ અનેક વાતઓ આપણી સામે રજૂ કરી.

પોતાના સમયના સફળ અભિનેતા, નિર્માતા-નિર્દેશક દેવ આનંદની ફિલ્મ 'ગાઈડ'ને આજે પણ મહત્વપૂર્ણ સ્થાન મળેલુ છે. દેવ આનંદે આ ફિલ્મ પર મહેનત પણ ખૂબ જ કરી હતી. ગાઈડ ફિલ્મ અંગ્રેજીના પ્રખ્યાત લેખક આર.કે નારાયણના આ જ નામના ઉપન્યાસ એટલે કે 'ગાઈડ' પર આધારિત છે. પ્રયોગવાદી ફિલ્મકાર દેવ આનંદના વિચાર આ ઉપન્યાસને આબેહૂબ પડદાં પર રજૂ કરવાની હતી. આ કે મુશ્કેલ કામ હતુ અને દેવ આનંદે જે માટે રીતસર આર.કે નારાયણ સાથે મુલાકાત કરી.

'ગાઈડ' અંગ્રેજીમાં લખાયેલુ હતુ ને ફિલ્મ 'ગાઈડ' પણ અંગ્રેજી અને હિન્દી બંને ભાષાઓમાં બનાવવામાં આવી હતી. પરંતુ બંને ભાષાઓના દર્શક વર્ગનું આમા વિશેષ રીતે ધ્યાન રાખવામાં આવ્યુ હતુ. હિન્દીમાં આ ફિલ્મને લઈને તેઓ શુ વિચારી રહ્યા હતા. તેની વાત દેવ સાહેબે પોતાની આત્મકથામાં કાંઈક આ રીતે કર્યો છે. - 'અમે એક નવી સ્ક્રીન પ્લે કરવાની જરૂર હતી. જે ભારતેય મૂલ્યો પર આધારિત હોય અને ભારતીય જનમાણસની અનૂભૂતિયોને સ્પર્શી સકે. અંગ્રેજીમાં બનાવવામાં આવેલ ફિલ્મનો એક શોટ પણ હિન્દીમાં ન લીધો. વાર્તા તો એ જ હતી પણ હિન્દીમાં તેનો અંદાજ જ કંઈ વેગળો હતો.

જેવી રીતે દરેક ક્ષેત્રમાં હોય છે. ગાઈડથી તેઓ સફળ સર્વકાલિક મહાન ફિલ્મ બનાવવામાં દેવ આનંદ એમ જ સફળ નથી થયા. તેમની આ સફળયાત્રા પાછળ લાંબી કથા છે. ફિલ્મી દુનિયા શુ કોઈપણ ક્ષેત્રમાં સફળ થવા માટે માણસને સમય લાગે છે. દેવ આનંદે વિવિધ કામો કર્યા. તેમાંથી એક હતુ સૈનિકોના પરિવારોને તેમના પત્ર સંભળાવવા. તે સમયે પ્રતિષ્ઠિત સંસ્થા પંજાબ વિશ્વવિદ્યાલય લાહોરથી અંગ્રેજીમાં બીએની ડિગ્રી લેનારા યુવાન દેવને સૈનિકના મિલિટ્રી સેંસર્સ ઓફિસમાં નોકરી કરવી પડી, જ્યા તેઓ સૈનિકોના પત્ર તેમના પરિવારને સંભળાવતા હતા.
અને ફિલ્મી દુનિયાની ગલીઓમાં ફરતા રહેતા હતા.

આ જ શોધ ને પ્રયત્નો પછી તેમણે પ્રભાત ફિલ્મસની 'હમ એક હૈ' મળી. સામાન્યા રીતે જેમ થાય છે તેમ આ ફિલ્મ ચાલી નહી અને દેવ આનંદના આવવાની કોઈને જાણ પણ ન થઈ. પરંતુ દેવ આનંદને આ ફિલ્મમાંથી ઘણું શીખવા મળ્યુ.

આટલુ જ નહી આ ફિલ્મને કારણે તેમની મિત્રતા ગુરૂદત્ત સાથે એવી થઈ કે પછી આ જ જોડીએ 'બાજી'જેવી સફળ ફિલ્મ આપી. આ બંનીની મિત્રતા એવી હતી કે બંનેયે એકબીજાને વચન આપ્યુ હતુ કે જો ગુરૂદત્ત ફિલ્મ બનાવે તો તેમા હીરો દેવ આનંદ રહેશે અને દેવ આનંદ ફિલ્મ બનાવે તો તેનુ નિર્દેશન ગુરૂદત્ત કરશે. આ વચન પુરૂ પણ થયુ. દેવ આનંદની ફિલ્મ નિર્માણ કંપની 'નવકેતન ફિલ્મ્સ'ના બેનર હેઠળ 'બાજી'નુ નિર્દેશન ગુરૂદત્તે કર્યુ હતુ.

નવકેતનની સ્થાપના પછી દેવ આનંદે પોતાની આત્મકથા 'રોમાસિંગ વિથ લાઈફ'માં જે લખ્યુ છે તે તેમની ફિલ્મો અને ફિલ્મ નિર્માણના વિશેના વિચારોને સ્પષ્ટ કરે છે. તેઓ કહે છે કે 'મનોરંજન જગતને એક નવી દિશા આપવાની ઈચ્છાથે અમે આ કંપની(નવકેતન) શરૂ કરી હતી. અમે પોતાને આ વચન આપ્યુ હતુ કે આના દ્વારા સંગીતને પણ નવા સુરોથી સજાવીશુ