ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. કલાકારોની પ્રોફાઇલ
Written By વેબ દુનિયા|

એક્શન પ્રેમી અક્ષય કુમાર

IFM
અક્ષય કુમાર બોલીવુડના પસંદગીના એક્શન સ્ટાર્સમાંથી એક છે. પડદા પર અક્ષયને એકશન દ્રશ્ય કરવા ખૂબ જ ગમે છે, કારણકે અક્ષયના એકશનમાં એક ખાસ પ્રકારની સ્ટાઈલ છે.

1991માં અક્ષય કુમારની પહેલી ફિલ્મ 'સોગંધ' રજૂ થઈ હતી. તે સમયે એક્શન ફિલ્મોની બોલબાલા હતી. અક્ષયને જોઈને નિર્માતા-નિર્દેશકોને નવો હીરો મળી ગયો.

અક્ષયનો અભિનય નબળો હતો, પણ એક્શન ફિલ્મોમાં હાથ-પગ વધુ હલાવવા પડતા હતા, તેથી અક્ષય એક્શન ફિલ્મના દાવામાં એકદમ ફિટ જોવા મળ્યા અને તેમના માથે એક્શન હીરોનુ લેબલ લાગી ગયુ.

અક્ષયે ફિલ્મોમાં ખૂબ મારામારી કરી. તેમની ખિલાડી સિરીજની ફિલ્મો ખૂબ જ વખાણવામાં આવી. અક્ષયના કેરિયરમાં એક સમય એવો આવ્યો કે જ્યારે તેમને એક્શન ફિલ્મો સાથે તોબા કરી લીધી અને હાસ્ય ફિલ્મ તરફ વળી ગયા.

સમયની માંગને ધ્યાનમાં રાખીને તેમણે આ નિર્ણય લીધો હતો. તેમની હાસ્ય ફિલ્મોએ દર્શકોને ખૂબ હસાવ્યા. અક્ષયને લાગ્યુ કે તેમની પર હાસ્ય ફિલ્મોના કોમેડિયનનું લેબલ લાગી રહ્યુ છે તો તેમણે એક્શન ફિલ્મોને ફરીથી કરવાનો નિર્ણય લીધો.

'ટશન'માં એક્શ

અક્ષય 'ચાંદની ચોક ટૂ ચાઈના' અને 'સિંહ ઈઝ કિંગ' નામની ફિલ્મમાં એક્શન કરતા જોવા મળશે, પણ તે પહેલા દર્શકોએ 'ટશન'માં તેમના એક્શનના સીન જોવા મળશે. અક્ષયનું એક્શન ફિલ્મોમાં કમબેક 'ટશન' દ્વારા જ થઈ રહ્યુ છે. આ ફિલ્મમાં તેઓ બચ્ચન પાંડેની ભૂમિકા નિભાવી રહ્યા છે. જેનુ લક્ષ્ય હત્યારા બનવાનુ છે. ફિલ્મની માટે અક્ષયે ખાસ પોતાના લુકમાં બદલાવ કર્યો છે.

અક્ષય-સેફની જોડી
IFM

યે દિલ્લગી, મે ખિલાડી તૂ અનાડી, તૂ ચોર મેં સિપાહી, કીમત, જેવી ફિલ્મોમા અક્ષય અને સેફે સાથે કામ કર્યુ છે. તેમની જોડી દર્શકોએ ખૂબ પસંદ કરી છે. અક્ષયની ઈચ્છા છે કે તેમની જોડી અમિતાભ અને શશિ કપૂરની જોડીની જેમ હીટ પુરવાર થાય, પણ આ બંને એકસાથે વધુ ફિલ્મો નથી કરી શક્યા.

'ટશન'માં આ એક વાર ફરી સાથે જોવા મળશે. આ ફિલ્મનુ શૂટિંગના દરમિયાન કહેવામાં આવ્યુ હતુ કે બંને વચ્ચે કોઈ બોલચાલ થઈ ગઈ હતી, પણ અક્ષય આ વાતની ચોખ્ખી ના પાડે છે. તેઓ સેફને પોતાના નાના ભાઈ જેવો સમજે છે.

સફળતાનુ રહસ્ય અથાગ પરિશ્રમ
IFM

છેલ્લા 18 વર્ષથી અક્ષય કુમાર બોલીવુડમાં ટકી રહ્યા છે. તેમણે ખાન બિગ્રેડની ટક્કરનો હીરો માનવામાં આવે છે. જ્યા સલમાન, આમિર અને શાહરૂખને મોટા બેનર્સ અને નિર્દેશકોની મદદ મળી, ત્યા અક્ષયને સફળતા મોટાભાગે નાના બેનરો દ્વારા મળી.

આટલી લાંબી અને સફળ યાત્રા અક્ષયે અથાગ પરિશ્રમ કરીને મેળવી. આજે પણ તેઓ પોતાની ફિટનેસ પર એટલુ જ ધ્યાન આપે છે, જેટલુ દસ વર્ષ પહેલા આપતા હતા. તેમના અભિનયમાં પણ લગાતાર ચમક સતત અભ્યાસને કારણે આવ્યો છે. શ્રેષ્ઠ અભિનયને કારણે અક્ષય આજે વધુ આત્મવિશ્વાસ સાથે જોવા મળે છે.

અક્ષયને આશા છે કે દર્શકો તેમને એક્શન ફિલ્મોમાં એક વાર ફરી પસંદ કરશે, કારણકે આ ફિલ્મોમાં તેમની એક્શનમાં વધુ સ્ટાઈલ જોવા મળશે.