શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. શ્રદ્ધા-અંધશ્રદ્ધા
  3. અંધશ્રદ્ધા
Written By વેબ દુનિયા|

નાડી જ્યોતિષ દ્રારા જાણો ભવિષ્ય

તાડપત્રો પર કંડારેલી ભારતની પ્રાચીન જ્યોતિષ વિદ્યા

કાલે શુ થશે ? શુ આપણે આગળ વધીશુ .... બાળકોનું સ્વાસ્થ્ય તો ઠીક રહેશે ને ... ન જાણે આવી કેટલીય વાતો છે જે આપણે જાણવા માગીએ છીએ. વર્તમાનમાં રહીને ભવિષ્યના ગર્ભમાં છુપાયેલા રહસ્યને જાણવા માગીએ છીએ...અને તેને માટે જ્યોતિષિયોના ચક્કર કાપતા રહીએ છીએ. જી, હા ભવિષ્ય વિશે જાણવાની ઈચ્છા કોણે નહી થતી હોય ? ભવિષ્ય જાણવાની ઘેલછાંને કારણે કોઈપણ જ્યોતિષ પાસે જવા મજબૂર થઈ જાય છે. તેથી આ વખતે આસ્થા અને અંધવિશ્વાસની અમારી વિશેષ પ્રસ્તુતિમાં અમે તમારી સામે લાવ્યા દક્ષિણ ભારતની જ્યોતિષ વિજ્ઞાનની એક પ્રમુખ વિદ્યા 'નાડી જ્યોતિષ', જે પ્રાચીનકાળથી જ્યોતિષ શાસ્ત્રમાં પોતાનું અલગ સ્થાન ધરાવે છે. આ વિદ્યાને જાણવાવાળા દાવો કરે છે કે આના દ્રારા કોઈ પણ વ્યક્તિનું ભૂત-ભવિષ્ય જાણી શકાય છે.

ફોટોગેલરી જોવા માટે અહીં ક્લિક કરો...

એવું મનાય છે કે આ વિદ્યામાં હજારો વર્ષ પહેલા અત્યંત વિદ્વાન સાધુ-સંતોમાં સંપૂર્ણ બ્રહ્માંડના બધા જીવોનું જીવનકાળ (ભૂત અને ભવિષ્ય)નું વિવરણ જાણવાની શક્તિ હતી. તેઓએ એમના આ વિશિષ્ટ જ્ઞાનને પ્રાચીન તમિલ ભાષાની લિપિમાં તાડ-પત્રોંમાં સુરક્ષિત રાખ્યું છે. નાડી જ્યોતિષકારો આ મુલ્યવાન જ્યોતિષ સંબંધીત જ્ઞાનને વાચીને ઇચ્છાધારી લોકોનું ભવિષ્ય બતાવે છે.

માનવામાં આવે છે કે આ તાડ-પત્ર લગભગ 2,000 વર્ષ જુનું છે. કોઇ પણ વ્યક્તિના ભૂત અને ભવિષ્યને જાણવાની આ અનોખી રીત છે-નાડી જ્યોતિષ. જ્યોતિષિયોના મુજબ બહુ બધા વિદેશી મુખ્યરૂપથી જાપાની લોકો પણ અમારા કેન્દ્રોમાં ભવિષ્ય જાણવા આવે છે. કોઈપણ વ્યક્તિને તેના જીવનની પ્રત્યેક ક્ષણની સચોટ જાણકારી આપવાની આ વિદ્યા, તેમણે ખૂબ પ્રભાવિત કરે છે.

'નાડી' શબ્દનો તમિલ અર્થ 'ખોજ' છે. આ વિદ્યાનું નામ 'નાડી' એ માટે છે કે કોઈપણ વ્યક્તિ પોતાના વ્યક્તિગત જીવનના વિશે ની બધી શોધોનું નિષ્કર્ષ પોતાની જ નાડીમાં મેળવે છે. તાડ-પત્રો પર લખેલા આ અભિલેખ ભારત વર્ષના ખૂણે-ખૂણે જોવા મળે છે. આમાંથી કેટલાક અભિલેખ તમિલનાડુમાં મળ્યા, જેનો ઊંડો અભ્યાસ દ્રારા જાણવા મળ્યુ કે આ અભિલેખ દક્ષિણ ભારતના પ્રસિધ્ધ ચોલ વંશના કાલમાં લગભગ હજાર વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો.

દરેક 'નાડી' પ્રાચીન તમિલ ભાષાની લિપિમાં બનાવવામાં આવી છે. આ તાડપત્રોને સુરક્ષિત રાખવા માટે આની ઉપર મોરના પીંછાના તેલનો લેપ લગાડવામાં આવે છે. આ તેલને કારણે જ આ તાડ પત્ર હજારો વર્ષ પછી આજે પણ સુરક્ષિત છે. વર્તમાનમાં સૌથી પ્રાચીન તાડ-પત્ર તમિલનાડુના તંજૌર જિલ્લાના સરસ્વતી મહેલ સંગ્રાલયમાં સુરક્ષિત છે.
W.D W.D  

સમય વિતવાની સાથે-સાથે આ સંગ્રાલાયમાં મૂકેલા કેટલાય તાડપત્રો નષ્ટ પામ્યા. ત્યાં જ અંગ્રેજો દ્વારા કરવામાં આવેલી કેટલાક તાડ-પત્રોની લીલામીમાં વૈથીશ્વર મંદિરના કેટલાક પરિવારોએ આ પત્રોને ખરીદીને તેમનું વ્યક્તિગત અધ્યયન કર્યુ. પછી તેમની પેઢીઓએ આ કામને પૂર્વજોનો આશીર્વાદ સમજીને આગળ વધાર્યુ.

જો તમે પણ આ વિદ્યા દ્વારા તમારૂ ભવિષ્ય ખંખોળવા માંગતા હોય તો તમારે તમિલનાડુના શિવધામ વૈથીશ્વીશરન કોઈલ નામના ગામની યાત્રા કરવી પડશે. અહીં કેટલાય પરીવારો આ કામમાં લાગેલા છે. તમારે અહીંના જ્યોતિષ કેન્દ્રોમાં જઈને તમારા અંગૂઠાનું નિશાન આપવું પડશે. આ નિશાનોના આધારે જ્યોતિષાચાર્ય તમારા ભવિષ્યનું વિશલેષણ કરશે.
W.D W.D  

નાડીનું અધ્યયન કરવાવાળા જ્યોતિષ તમારા અંગૂઠા પર બનેલી વિભિન્ન રેખાઓને સારી રીતે વાચીને, તેનું નાડી-પત્રોને આધારે અધ્યયન કરે છે. એવું માનવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિના અંગૂઠા પર માનક રૂપે કુલ 108 રેખાઓ હોય છે. આ તાડપત્રો આ રેખાઓને અનુરૂપ જ સુસજ્જ કરવામાં આવ્યા છે. કેટલીય વાર તો અંગૂઠા પર બનેલા ચિહ્નોના આધાર પર નાડી-પત્રોના વિશ્લેષણો ના આધાર પર ભારતીયોની સાથે-સાથે વિદેશી મૂળના લોકોનું ભવિષ્ય પણ જાણી શકાય છે. એવું મનાય છે કે વિશ્વના 40 ટકા લોકોના ભવિષ્યની જાણકારી તાડ-પત્રો દ્રારા મેળવી શકાય છે. બાકીના તાડપત્રો આજે સમયની સાથે-સાથે અધ્યયન કરવાની હાલતમાં નથી.

નાડી-જોશિયમના હેઠળ જ્યોતિષ તાડ-પત્રોના સમૂહમાંથી એક તાડપત્ર કાઢે છે અને વ્યક્તિને તેના વ્યક્તિગત જીવનથી સંબધિત કેટલાંક પ્રશ્નો કરે છે. તમારે ફક્ત 'હા' કે 'ના' માં પ્રશ્નોનો જવાબ આપવો પડશે. જો તમારા જવાબ નાડી-પત્રમાંથી નહી મળે તો તે પત્રને છોડીને જ્યોતિષ બીજો પત્ર ઉઠાવશે અને આ પ્રક્રિયાને ફરીવાર કરશે. આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલશે, જ્યા સુધી તમને જવાબોને અનુરૂપ નાડી-પત્ર નહી મળી જાય. આ પ્રકારની વિધિ દ્વારા ભવિષ્યફળ જાણવામાં ફક્ત એક વ્યક્તિના કેટલાય કલાકો વીતી જાય છે.

આ પછી જો તમારા અંગૂઠાના નિશાનવાળુ તાડ પત્ર મળી જાય તો જ્યોતિષ તે પત્રના અધ્યયન દ્વારા તમારુ નામ, પતિ-પત્ની અને પરિવારની જાણકારી આપશે. એટલું જ નહી તે તમારા બાળકો, કાર્યક્ષેત્ર અને વ્યક્તિગત જાણકારી પણ તમને બતાવશે. સાથે-સાથે તમારા જીવન સાથે સંકળાયેલી સમસ્યાઓનો ઉકેલ પણ તમને બતાવશે.
W.D W.D  

ભારતમાં નાડી જ્યોતિશિયમનું મુખ્ય કેન્દ્ર વૈથીશ્વરમ મંદિર છે. તે સિવાય ચેન્નઈની જોડે તંબારમ અને દિલ્લીમાં પણ આના કેન્દ્રો છે. વિદેશથી આવેલા કેટલાંક લોકો આ ક્રિયાથી સંતુષ્ટ છે. જ્યારે અમે અમારા મિત્ર સાથે આવા જ એક જ્યોતિષ કેન્દ્રમાં પહોચ્યા તો અમારી સાથે શું થયુ..... શુ અમે અમારુ ભવિષ્ય જાણી શક્યા... શુ અમારા અંગૂઠાના નિશાનવાળુ તાડ-પત્ર મળી શક્યુ. ..

આ બધુ જાણવા માટે નાડી જ્યોતિષ કેન્દ્ર પર બનાવેલો અમારો આ ખાસ વીડિયો ........