ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. મિઠાઈ
Written By

આઈસ્ક્રીમ - દહીંનો આઈસ્ક્રીમ

સામગ્રી  - 1/2 કપ દહીં, 1/4 ખપ ખાંડ, 1/2 કપ ક્રીમ, 2 ટીપાં વેનિલા એસેન્સ, 10 કાજુ, 4 બિસ્કિટ.

બનાવવાની રીત
 - દહીં અને ખાંડ મિક્સ કરી મિક્સરમાં નાંખો અને ખાંડ ઓગળે ત્યાં સુધી દહીં ફેંટતા રહો. તેમાં હવે ક્રીમ અને વેનિલા એસેન્સ નાંખીને ફરી એકવાર બધી વસ્તુઓને મિક્સ ન થાય ત્યાંસુધી ફેંટતા રહો. મિશ્રણમાં કાપેલા કાજુના ટૂકડાં નાંખી મિક્સ કરો.

હવે કોઇ એર ટાઇટ કન્ટેનરમાં બિસ્કિટના ટૂકડાં નાંખો. તેની ઉપર તૈયાર કરેલું મિશ્રણ નાંખો અને બચેલા બિસ્કિટના ટૂકડાં નાંખી આઇસક્રીમને ફ્રીઝરમાં જામવા માટે મૂકી દો.

5-6 કલાકમાં તમારો આ આઇસક્રીમ જામીને તૈયાર થઇ જશે. આઇસક્રીમના કન્ટેનરને ફ્રીઝરમાંથી કાઢી આઇસક્રીમને તમને ભાવતા શરબતથી ગાર્નિશ કરી પીરસો અને તમે પણ ખાઓ.

નોંધ - આ આઇસ્ક્રીમમાં તમે મનપસંદ ડ્રાયફ્રુટ્સ નાંખી શકો છો અથવા કોઇ ફળના ટૂકડાં કરી મિશ્રણમાં નાંખી શકો છો જેમ કે, સફરજન, પપૈયું, અનાનસ, ચીકુ વગેરે.