બુધવાર, 17 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By નઇ દુનિયા|

ખજૂરની ચોકલેટ બરફી

N.D
સામગ્રી - ખજૂર 250 ગ્રામ, માવો 150 ગ્રામ, કોકો પાવડર અને કોર્નફ્લોર 1 ટી સ્પૂન, 2 ટી સ્પૂન ઘી, દળેલી ખાંડ 50 ગ્રામ, 1/2 કપ દૂધ, પિસ્તા કતરન સજાવવા માટે.

બનાવવાની રીત - ખજૂરની બી કાઢીને દૂધની મદદથી મિક્સરમાં વાટી લો. પેસ્ટને ઘીમાં ધીમા તાપ પર ઘટ્ટ થતા સુધી સેકો. મવાને પણ સેકો. કોર્ન ફ્લોર અને કોકો પાવડરને દૂધમાં મિક્સ કરીને ખજૂરમાં નાખો. આ મિશ્રણને ગેસ પર મુકી ખાંડ મિક્સ કરો અને જ્યા સુધી ઘટ્ટ ન થાય ત્યાં સુધી હલાવતા રહો. ઘટ્ટ લોટ જેવુ થાય કે એક થાળી પર ચિકાશ લગાવી પાથરી દો, અને તેના પર પિસ્તા કતરનથી સજાવો અને થોડુ જામવા માડે કે ચોરસ આકારમાં કાપી લો.