બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By વેબ દુનિયા|

ગુજરાતી વાનગી - પનીર બ્રેડની ખીર

P.R
સામગ્રી - 1 લીટર દૂધ, 150 ગ્રામ પનીર, સ્વાદ અનુસાર ખાંડ, અડધો કપ પાણી, 2 બ્રેડના પીસ-કિનારી કાપેલા, 1 ટેબલ સ્પૂન વેનીલા કસ્ટર્ડ પાવડર, 1 નાની ચમચી વેનીલા એસેન્સ, કાપેલી બદામ, કાપેલા પિસ્તા, એક ટેબલ સ્પૂન ચારોળી.

બનાવવાની રીત - સૌથી પહેલા દૂધનો ઉભરો લાવો. ત્યારબાદ તેમાં કસ્ટર્ડ પાવડર નાંખી ધીમી આંચે 15થી 20 મિનિટ સુધી ઉકાળતા રહો. 50 ગ્રામ પનીરના નાના-નાના ટૂકડા કરી લો અને બાકીના પનીરને છીણી લો.

અડધા કપ પાણીમાં સ્વાદ અનુસાર ખાંડ, છીણેલું પનીર, કાપેલું પનીર નાંખી ધીમી આંચે ત્યાંસુધી રાંધો જ્યાંસુધી ખાંડની એક તારની ચાસણી ન થાય. ત્યારબાદ આ મિશ્રણને દૂધમાં નાંખી દો. બ્રેડના પીસને થોડા દૂધમાં પલાળો, તેમાં કસ્ટર્ડ પાવડર નાંખી મિક્સીમાં કે ચમચીથી બરાબર ફેંટી લો. પછી બ્રેડના મિશ્રણને દૂધમાં નાંખી દો.

હવે બધા ડ્રાયફ્રુટ્સને દૂધમાં નાંખી દો અને 15 મિનિટ સુધી ધીમી આંચે રાંધો. ત્યારબાદ તેમાં વેનીલા એસેન્સ નાંખો. તૈયાર છે તમારી ખીર, જેને તમે ગરમ-ગરમ અથવા ફ્રીઝમાં મૂકીને ઠંડી કરીને પીરસી શકો છો.