શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By વેબ દુનિયા|

ગૌરીવ્રત માટે : કાજુ ચિક્કી

P.R
સામગ્રી - 250 ગ્રામ કાજુ, 250 ગ્રામ ખાંડ અને 2 નાની ચમચી ઘી.

રીત - કાજુ જો આખા હોય તો તેને બે ફાડિયામાં છૂટાં પાડી દો

હવે કઢાઈમાં 1 નાની ચમચી ઘી નંખીને ગરમ કરો. ઘીમાં ખાંડ નાંખો અને ખાંડ ઓગળવા દો. દરમિયાન ચમચાથી ઘી અને ખાંડનું મિશ્રણ હલાવતા રહો. ખાંડ કઢાઈમાં ચોંટવી ન જોઇએ.

જેવી બધી ખાંડ ઓગળી જાય કે તુરંત જ ગેસની આંચ બંધ કરી દો. હવે તેમાં કાપેલા કાજુ નાંખી સારી રીતે મિક્સ કરો. ઘીથી ચીકણી કરેલી ઊંધી થાળી કે કોઇ સમતલ જગ્યાએ કાજુનું મિશ્રણ પાથરો, વેલણને પણ ઘી લગાવીને ચીકણું કરો અને કાજુના મિશ્રણને વણી શકો તેટલું પાતળું વણો.

ચિક્કી ગરમ હોય ત્યાંસુધીમાં તમારે તેને જે આકારમાં કાપી હોય, ચપ્પુની મદદથી તેને તે આકાર આપી દો જેથી ટૂકડાં એ જ આકારમાં તોડી શકાય. ચિક્કી જ્યારે ઠંડી થાય એટલે તેના ટૂકડાં કરી લો.

કાજુની ચિક્કી તૈયાર છે. કાજુ ચિક્કીને એરટાઇટ કન્ટેનરમાં ભરીને મૂકો. ગૌરીવ્રતના પાંચેય દિવસ સુધી આનો સ્વાદ માણી શકો છો.