મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By વેબ દુનિયા|

તરબૂચની બાસ્કેટમાં આઈસ્ક્રીમ

N.D
સામગ્રી - અડધો કપ ક્રીમ, અડધો કપ દૂધ, અડધો કપ દળેલી ખાંડ, 2-4 ટીપા વેનીલા એસેંસ

બાસ્કેટ માટે - 1 નાનુ તરબૂચ, 1 કેરી, 3-4 ચેરી.

બનાવવાની રીત - ક્રીમને થોડુ ફેંટી લો. હવે તેમા ખાંડ, દૂધ અને એસેંસ નાખીને ફેંટી લો. હવે 1-1 કલાક પછી ફ્રિજમાંથી કાઢીને ફેટતા રહો. આવુ ત્રણ વાર કરો. 8 કલાક પછી આઈસ્ક્રીમ જામી જશે. તરબૂચને સીધુ રાખી એ રીતે કાપો કે તે બાસ્કેટ આકારનુ બની જાય. તરબૂચ વચ્ચેનો ગૂદો કાઢી લો. હવે આ તરબૂચના ગૂદાના નાના નાના ટુકડા કરી લો. કેરીના પણ નાના નાના ટુકડા કરી લો. આ બંનેને આઈસક્રીમમાં મિક્સ કરીને તરબૂચની બાસ્કેટમાં ભરી દો. ઉપરથી ચેરીથી સજાવી દો.