બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By વેબ દુનિયા|

દિવાળીમાં બ્રેડ બરફી બનાવીને સૌનુ દિલ જીતી લો

P.R
સામગ્રી - બ્રેડનો ચુરો - 2 કપ, દૂધ-1 કપ, ગોળ-100 ગ્રામ કે એક કપ, નારિયળ - 1/2 કપ છીણેલુ, ઘી - 1 ચમચી, ગુલાબજાંબુ - થોડાક ટીપા, કાજૂ - 10 નંગ

બનાવવાની રીત - સૌ પહેલા દૂધમાં બ્રેડના ચુરાને લગભગ 10 મિનિટ માટે રાખી મુકો. પણ વધુ સમય માટે ન રાખશો નહી તો એ પૂરી ઓગળી જશે. ગેસ ચાલુ કરો અને કઢાઈમાં ગોળને 5 મિનિટ સુધી હલાવતા રહો. જરૂર પડે તો થોડુ પાણી છાંટી શકો છો. ગેસને ધીમો જ રાખજો નહી તો ગોળ બળી જશે. જ્યારે ગોળ ઓગળીને નરમ થાય અને ઘટ્ટ બની જાય ત્યારે તેમા છીણેલું નારિયળ મિક્સ કરો અને ધીમા તાપ પર 5 મિનિટ હલાવતા રહો. ત્યારબાદ કઢાઈમાં દૂધ અને બ્રેડના ચુરાને નાખો અને ત્યારબાદ ઘી નાખીને હલાવો. આ મિશ્રણને ત્યાં સુધી હલાવો જ્યા સુધી ઘી મિશ્રણન છોડી ન દે. ત્યારબાદ ગુલાબજળ અને કાજુ મિક્સ કરી કઢાઈને ગેસ પરથી ઉતારી લો.

જ્યારે મિશ્રણ ઠંડુ પડે ત્યારે તેન મનપસંદ આકારમાં કાપો અથવા તેના લાડુ બનાવી લો.