શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By વેબ દુનિયા|

દ્રાક્ષની ઠંડાઈ

N.D
સામગ્રી : 500 ગ્રામ દ્રાક્ષ, 1 કપ દૂધ, 50 ગ્રામ ખસખસના દાણા, 10-12 બદામ, 10 ગ્રામ વરિયાળી, 5 ગ્રામ કાળા મરી, એક ચમચી ઈલાયચીના દાણા, 4 ચમચી ખાંડ, થોડીક દેશી ગુલાબની પાંદડીઓ.

રીત : ખસખસના દાણા, વરિયાળી, કાળા મરી, ઈલાયચીના દાણા, ગુલાબની પાંદડીઓ વગેરેને પાણીમાં 3 થી 4 કલાક માટે પલાળી દો, બદામને અલગથી પલાળો. પલડી જાય એટલે બદામની છાલ ઉતારીને બધી સામગ્રી મિક્સ કરીને પીસી દો. દૂધ અને ખાંડને ભેળવીને મુકી રાખો. પીસેલી પેસ્ટને નેટ કે કોઈ પાતળા કપડા પર મુકી દો. પાણી, દૂધ અને ખાંડની મદદ વડે બે થી ત્રણ વખત ગળી લો. દ્રાક્ષનો રસ કાઢીને ગળેલી ઠંડાઈમાં ભેળવી દો. તેને ફ્રીઝમાં મુકીને ઠંડી કરો અથવા આઈસ ક્યુબ નાંખીને સર્વ કરો.