મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By વેબ દુનિયા|

ફ્રૂટ સ્મુધી

P.R
સામગ્રી : 500 ગ્રામ નાસપતીનો રસ, કાપેલું એક કેળું, 250 મિલીલીટર સફરજનનો જ્યુસ, 100 ગ્રામ પાઇનેપલ જ્યુસ

બનાવવાની રીત : ફ્રૂટ સ્મૂધી બનાવવા માટે જો ઉપર પ્રમાણેની સામગ્રી તૈયાર હશે તો તમે માત્ર પાંચ જ મિનિટમાં તે બનાવી શકશો. સૌ પ્રથમ તમામ ફળોનો રસ એક બાઉલમાં મિક્સ કરી દો. આ મિશ્રણને મિક્સી જારમાં નાંખી બે મિનિટ સુધી મિક્સર ચાલુ કરી દો. મિશ્રણ સારી રીતે મિક્સ થઇ જાય એટલે પ્લાસ્ટિક બોટલમાં સ્ટોર કરી ફ્રીઝમાં રાખી દો. આ ફ્રૂટ સ્મૂધીને એક મહિના સુધી તમે આનો ઉપયોગ કરી શકો છો. આ ઉપવાસમાં સ્ફૂર્તિ અને શક્તિ આપતુ જ્યુસ છે.

ઉપરના માપ પ્રમાણે તૈયાર થયેલી આ સ્મૂધી તમે ચાર લોકોને પીવડાવી શકશો.