ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. મિઠાઈ
Written By

ફ્રેશ રોઝ કુલ્ફી

સામગ્રી - તાજા ગુલાબના ફૂલ 7-8, ક્રીમવાળુ દૂધ 1 લીટર. ખાંડ 1/2 વાડકી, ક્રીમ 2 ટેબલ સ્પૂન, દૂધ પાવડર 3 ટેબલ સ્પૂન, ગુલાબજળ 2 મોટી ચમચી, ચાસણી 2 ટેબલ સ્પૂન.

બનાવવાની રીત - સૌ પ્રથમ ગુલાબના ફૂલોના પાનને ચોખ્ખા પાણીથી ધોઈને વાટીને તેનો રસ કાઢી લો. દૂધને ઉકાળો, જ્યારે તે અડધુ રહી જાય તો ઠંડુ કરી લો. તેમા ગુલાબનો રસ, ચાસણી, ખાંડ, દૂધ પાવડર, ક્રીમ અથવા ગુલાબ જળ મિક્સ કરો અને મિક્સરમાં નાખીને ચલાવી લો. હવે આ મિશ્રણને કુલ્ફીને સાંચામાં નાખીને ફ્રીજરમાં મુકો. રોજ કુલ્ફી તૈયાર છે.