શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By વેબ દુનિયા|

મથુરાના પેંડા

P.R
સામગ્રી - 500 ગ્રામ દૂધનો માવો(મોળો), બૂરુ ખાંડ 500 ગ્રામ, 1થી બે ટેબલ સ્પૂન ઘી, 8થી 10 છોલેલી નાની ઇલાયચી.

બનાવવાની રીત- કોઇ એક મોટી કઢાઈમાં માવો નાંખી માવો શેકો. માવો શેકતી વખતે ધ્યાન રાખો કે તે કઢાઈમાં ચોંટે નહીં. જ્યારે માવાનો રંગ બદલાવા લાગે ત્યારે તેમાં થોડું દૂધ કે ઘી નાંખો અને ત્યાંસુધી શેકો જ્યાંસુધી તે બ્રાઉન રંગ ન પકડેય

હવે માવો ઠંડો થવા દો. તે સંપૂર્ણપણે ઠંડો થઇ જાય એટલે તેમાં 400 ગ્રામ બૂરુ ખાંડ સારી રીતે મિક્સ કરો, ખાંડેલી ઇલાયચી પણ આ મિશ્રણમાં નાંખી દો.

વધેલી 100 ગ્રામ બૂરુ ખાંડને એક પ્લેટમાં નાંખો. હવે પેંડાનું જે મિશ્રણ તૈયાર કર્યું છે તેના ઇચ્છો તે માપના અને આકારના પેંડા વાળો(સામાન્ય રીતે નાના ગોળ આકારમાં આ પેંડા વાળવામાં આવે છે). હવે આવા દરેક પેંડાને પ્લેટમાં નાંખેલી બૂરુ ખાંડમાં રગડો અને ઇચ્છો તો તમારા બંને હાથથી પેંડાને દબાવી દો. જેમ-જેમ આ રીતે પેંડા તૈયાર થતા જાય તેમ-તેમ તેને અલગ પ્લેટમાં કે ડબ્બામાં કાઢતા જાઓ.

તૈયાર છે તમારા મથુરાના પેંડા. તમે તેનો સ્વાદ માણી શકો છો. વધેલા પેંડાને 2-3 કલાક માટે ખુલ્લી હવામાં કે પંખાની હવામાં મૂકી રાખો. તે થોડા ડ્રાય થઇ જાય એટલે તેને ડબ્બામાં ભરી લો. ઇચ્છો ત્યારે તે ખાઇ શકો છો. જો માવો સારી રીતે સાંતળવામાં આવ્યો હોય તો તમે આ પેંડા મહિના સુધી રાખી શકો છો.