ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By વેબ દુનિયા|

વેજ કોકો કેક

P.R
સામગ્રી : 250 ગ્રામ મેંદો, 100 ગ્રામ શુગર, 1/2 ટેબલ સ્પૂન બેકિંગ સોડા, 1/2 ટેબલસ્પૂન વિનેગર, 2 કપ દૂધ, કોકો પાવડર, 1 લીંબુનો રસ.

બનાવવાની રીત : ઈલેક્ટ્રીક ઓવનમાં કેક બનાવવો હોય તો સૌથી પહેલા તમે એક વાસણમાં મેંદો નાંખીને તેમાં બેકિંગ સોડા, કોકો પાવડર મિક્સ કરો. હવે આ મેંદાના મિશ્રણમાં દૂધ અને ખાંડ ભેળવી ઝડપથી ફેંટો. ધ્યાન રાખો કે આ મિશ્રણમાં ગઠ્ઠા ન પડે. હવે તેમાં વિનેગર, લીંબુનો રસ, વેનિલા એસેન્સ નાંખીને 45 મિનિટ સુધી મધ્યમ આંચે બેક કરો.

જો ઓવન વગર કેક બનાવી રહ્યા હોય તો ઉપરના તમામ મિશ્રણને કૂકરમાં પાણી નાંખ્યા વગર સ્ટીમ કરો. તેના માટે તમારે મિશ્રણમાં થોડો સોડા ભેળવવો પડશે જેથી તમારી કેક વધુ મુલાયમ બને.