શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By નઇ દુનિયા|

સફરજનનો મુરબ્બો

N.D
સામગ્રી - તાજા મીઠા સફરજન 1 કિલો, ખાંડ 250 ગ્રામ, સાઈટ્રિક એસિડ 1 ગ્રામ, ફિટકરી 10 ગ્રામ, પોટેશિયમ મેટાબાઈ સલ્ફાઈટ 1 ગ્રામ, એપ્પલ એસેંસ 4 ટીપા.

બનાવવાની રીત - સફરજનને છોલીને મોટા કટકા કરી લો. 1 લીટર પાણીમાં ફિટકરી ભેળવી સફરજનના ટુકડાને નાખો. ચાર પાંચ કલાક પછી ગરણીથી ગાળી લો. ખાંડની એક તારની ચાસણી બનાવો. સાઈટ્રિક એસિડ અને સફરજનના ટુકડા નાખીને ત્યા સુધી ગેસ પર તપાવો જ્યા સુધી ચાસણી ઘટ્ટ ન થઈ જાય અને સફરજન એકદમ પાકી ન જાય. ઠંડુ થતા પોટેશિયમ મેટાભાઈ સલ્ફાએટ અને સફરજનનુ એસેંસ મિક્સ કરી જારમાં ભરી લો.