વિવિધ દાળના પૌષ્ટિક લાડુ

dal laddu
 
સામગ્રી - 250 ગ્રામ અડદનો લોટ, 250 ગ્રામ મગનો લોટ, 500 ગ્રામ ચણાનો લોટ, 750 ગ્રામ દળેલી ખાંડ, કાજુ, બદામ, કોપરુ, કિશમિશ દરેક 25-25 ગ્રામ, 100 ગ્રામ ગુંદર, જરૂર મુજબ ઘી.


બનાવવાની રીત - બધા પ્રકારના લોટને ચાળી લો. કડાહીમાં પુરતુ ઘી નાખી ઓછા તાપ પર બધા લોટ સોનેરી રંગમાં સેકી લો. ગુંદરને ઝીણુ કરી ઘી માં ફુલાવી લો. સુકામેવાને ઝીણા સમારી ઘી માં સેકી લો. મેવા, ગુંદર અને દળેલી ખાંડને સેકો. જરૂર મુજબ ઘી નાખીને મેવામાં બધા લોટ મિક્સ કરી લો. આ મિશ્રણને સારી રીતે હલાવી લાડુ બાંધી મુકી દો. રોજ સવારે એક લાડુ ખાઈને એક કપ દૂધ પી લો. આ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે નાસ્તો છે.


આ પણ વાંચો :