શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. મિઠાઈ
Written By
Last Updated : મંગળવાર, 28 જૂન 2016 (17:49 IST)

બેસનનો શીરો

ગળી વસ્તુમાં તમને બેસનના લાડુ અને બરફી તો ખાધા હશે પણ સ્વાદના મામલે તેના શીરાનો કોઈ જવાબ નથી. આ સહેલાઈ મિનિટોમાં તૈયાર થઈ જાય છે. આવો બનાવતા શીખીએ બેસનનો શીરો 


સામગ્રી - 2 કપ બેસન, 1 કપ દૂધ, એક નાની ચમચી ઈલાયચી પાવડર, 8 પિસ્તા કાપેલા, 8 બદામ કાપેલી, સ્વાદમુજબ ખાંડ, 2 મોટી ચમચી ઘી અથવા તેલ, એક કપ પાણી, સજાવવા માટે પિસ્તા અને બદામની કતરન. 
 
આગળ જુઓ કેવી રીતે બનાવશો બેસનનો હલવો 



બનાવવાની રીત - સૌ પહેલા કડાહીમાં ઘી નાખીને ગેસ પર ગરમ કરવા મુકો.  જ્યારે ઘી ગરમ થઈ જાય તો તેમા બેસન નાખીને ચલાવતા મધ્યમ તાપ પર સેકો. બેસનને હળવુ બ્રાઉન થતા સુધી સેકો.  ત્યારબાદ બેસનમાં ખાંડ નાખીને હલાવો. જ્યારે ખાંડ સંપૂર્ણ રીતે બેસનમાં મિક્સ થઈ જાય ત્યારે કડાહીમાં દૂધ અને પાણી નાખીને બેસનને સતત હલાવતા રહો. જેથી તેમા ગાંઠ ન પડે.  હવે બેસનનુ પાણી અને દૂધ શોષાય ત્યા સુધી થવા દો.  તેને વચ્ચે વચ્ચે હલાવતા રહો.  જ્યારે બેસનની કન્સિસટેંસી શીરા જેવી થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો.  પછી તેમા ઈલાયચી પાવડર અને બદામ પિસ્તાની કતરન મિક્સ કરો. લો તૈયાર છે ગરમા ગરમ બેસનનો શીરો.... તેને બદામ પિસ્તાથી સજાવીને સર્વ કરો.