બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. મિઠાઈ
Written By

કુલ્ફી વિથ સ્ટ્રોબેરી

સામગ્રી - 1 લીટર દૂધ, 1 ચમચી કોર્નફ્લોર, 1 કપ ખાંડ, અડધી ચમચી ઇલાયચી પાવડર, ચપટી કેસર, અડધો કપ સ્ટ્રોબેરી, 4 ચમચી ખાંડનો પાવડર. 

બનાવવાની રીત - એક ગરમ દૂધની વાટકીમાં કેસર પલાળો. કોર્નફ્લોરને પણ એક ચમકી દૂધમાં નાંખી એક બાજુએ મૂકી દો. હવે ગેસ બાકીનું દૂધ અડધું થઇ જાય ત્યાંસુધી ઉકાળો અને સાથે તેને હલાવતા રહો. થોડા સમય બાદ દૂધમાં ખાંડ અને કોર્નફ્લોરવાળું મિશ્રણ નાંખો અને પાંચ મિનિટ સુધી ઉકાળો. હવે તેને ગેસની આંચ બંધ કરી ઉતારી લઇ ઠંડુ પાડવા મૂકો. ઠંડુ થયા બાદ તેમાં ઇલાયચી અને કેસરનું મિશ્રણ નાંખી હલાવો. હવે આ મિશ્રણને કુલ્ફી બનાવવાના કેસમાં મૂકી ફ્રીઝમાં આખી રાત ફ્રીઝમાં મૂકી રાખો. જ્યારે તેને સર્વ કરો ત્યારે તેની ઉપરથી સ્ટ્રોબેરી સૉસ નાંથો. સ્ટ્રોબેરી સૉસ બનાવવા માટે સ્ટ્રોબેરીને ખાંડના મિશ્રણમાં સારી રીતે બ્લેડ કરી દો. તમે ઇચ્છો તો સ્ટ્રોબેરી અને ખાંડના આ મિશ્રણને કુલ્ફીના કેસમાં નાંખવામાં આવેલા દૂધના મિશ્રણમાં પહેલેથી નાંખીને સ્ટ્રોબેરીનો ટેસ્ટ કુલ્ફીમાં માણી શકો છો.