મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. મિઠાઈ
Written By

ચોકલેટ ક્રિમ નટ્સ કેક

ચોકલેટ કેક માટે સામગ્રી - મેંદો 200 ગ્રામ, બેકિંગ પાવડર 1 નાની ચમચી, ખાવાનો સોડા અડધી ચમચી, માખણ 100 ગ્રામ, દળેલી ખાંડ 100 ગ્રામ, ઓગાળેલી ચોકલેટ 1/4 કપ, કન્ડેન્સ્ડ મિલ્ક 100 ગ્રામ, 200 ગ્રામ દૂધ, 1/4 કપ અખરોટના ટૂકડાં.

ક્રીમ નટ્સ કેક માટે - મેંદો 200 ગ્રામ, બેકિંગ પાવડર 1 નાની ચમચી, ખાવાનો સોડા અડધી ચમચી, માખણ 60 ગ્રામ, કન્ડેન્સ્ડ મિલ્ક 200 ગ્રામ, દળેલી ખાંડ 100 ગ્રામ, દૂધ 100 ગ્રામ, કિશકિમ 2 ચમચી જેટલી, કાજુ બે ચમચી, બદામ 1 ચમચી.

ચોકલેટ કેક માટે મિશ્રણ તૈયાર કરો - મેંદાને બેકિંગ પાવડર અને સોડામાં મિક્સ કરો. એક થાળીમાં 2વાર ચાળીને કાઢી લો. માખણને સામાન્ય ગરમ કરી ઓગાળી એક મોટા વાસણમાં ખાંડ અને ચોકલેટની સાથે એક જ દિશા તરફ બરાબર ફેંટો. તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક નાંખો અને ફરીથી સારી રીતે ફેંટી લો. અડધું દૂધ નાંખી હલાવતા રહો. અડધો મેંદો નાંખો અને વધેલું દૂધ નાંખી એક દિશામાં ફેટતા મિશ્રણ ચીકણું થાય ત્યાંસુધી ફેંટો. મિશ્રણમાં અખરોટના ટૂકડાં નાંખો. તૈયાર છે ચોકલેટ કેટનું મિશ્રણ.

ક્રીમ નટ્સ કેક માટે મિશ્રણ તૈયાર કરો - મેંદાને બેકિંગ પાવડર અને ખાવાના સોડા સાથે મિક્સ કરો. થાળીમાં ચાળીને કાઢી લો. બીજી તરફ માખણ ગરમ કરી ઓગાળો. ખાંડ નાંખી બરાબર ફેંટો. મિશ્રણમાં કન્ડેન્સ્ડ મિલ્ક નાંખી સારી રીતે ફેંટો. હવે દૂધ નાંખીને બરાબર ફેંટો. મેંદો મિક્સ કરી હલાવો. આ મિશ્રણમાં હવે કાજુ અને કિશમિશ નાંખી દો. કેક બનાવવાના વાસણને ચીકણું કરો. આખા વાસણમાં ફેલાય તે રીતે થોડો મેંદો નાંખો.

આ ગ્રીસ કરેલા વાસણમાં પહેલા ચોકલેટ કેક માટે તૈયાર કરેલી સામગ્રી નાંખી દો. ચોકલેટનું મિશ્રણ વાસણમાં સારી ફેલાઇ જાય એટલે તેના પર ક્રીમ નટ્સ કેકનું મિશ્રણ પાથરો. 180 સેન્ટીગ્રેડ પર પહેલેથી ગરમ કરેલા ઓવનમાં કેકના વાસણને ત્રીસેક મિનિટ માટે મૂકો અને ઓવન ચાલુ કરી દો. 30 મિનિટ પછી ઓવનના તાપમાનને 160 સેન્ટીગ્રેડ કરો અને બીજી ત્રીસ મિનિટ સુધી ગરમ કરો. (જો તમારી કેક નાની હશે તો જલ્દી બેક થઇ જશે અને મોટી હશે તો થોડો સમય લાગશે એ પ્રમાણે તમે તેને કેટલા સમય સુધી બેક કરવી તે નક્કી કરો.) ઓવનમાંથી કેકનું વાસણ કાઢી તેમાં ચપ્પુ મારી જુઓ. જો ચપ્પુ પર કેક ચોંટશે તો સમજો તે હજુ કાચી છે અને ન ચોંટે તો તે બેક થઇ ગઇ છે.

તો તમારી ચોકલેટ ક્રીમ નટ્સ કેક તૈયાર છે. કેકને ઠંડી કરો અને વાસણમાંથી કાઢી લો. તમે ઇચ્છો તો તેને ઉપરથી ચોકલેટ સીરપ, ક્રીમ કે ડ્રાયફ્રુટ્સથી ગાર્નિશ કરી શકો છો.