શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. મિઠાઈ
Written By

બાળકોની મનપસંદ રેસીપી - મિક્સ ફ્રૂટ જેમ

બ્રેડ હોય કે પછી હોય પરોઠા તેના પર લાલ જૅમ જોતાં જ મોટાભાગના બાળકોના મોઢામાં પાણી આવવા લાગે છે. જો તમારા બાળકો પણ રોજ નવા-નવા જૅમની માંગણી કરે છે તો તેમને ઘરે બનાવેલા મિક્સ ફ્રુટ જૅમ ખવડાવો. આ જૅમ તાજા ફળો અને કોઇ પ્રિઝર્વેટિવ વગર બનેલા હોય છે માટે સ્વાસ્થ્ય પર કોઇ ખરાબ અસર નથી પાડતા. જાણીએ આવા જૅમ બનાવવાની રીત.

સામગ્રી - 5-6 સફરજન, 1 પપૈયું, 1 કિલો દ્રાક્ષ, 3 કેળા, 1 ½ ચમચી લીંબુનો રસ, સાઇટ્રિક એસિડ 6થી 7 ચમચી, 1 કિલો ખાંડ, સ્વાદ અનુસાર મીઠું.

બનાવવાની રીત - સૌથી પહેલા પપૈયા અને અનાનસની છાલ છોલી તેને નાના ટૂકડાંમાં કાપી લો અને સફરજનની છાલ ઉતાર્યા વગર તેને ચૉપ કરી લો. હવે ગેસ પર એક વાસણમાં સફરજન, પપૈયું, દ્રાક્ષ અને અનાનસ ઉકાળો. હવે સફરજનની છાલ છોલી લો અને પછી બધા ફળોને બહાર કાઢી લો. હવે મિક્સરમાં સફરજન, દ્રાક્ષ, લીંબુનો રસ, અનાનસ, પપૈયું અને કેળા જેવા ફળોને તેમાં નાંખી બારીક પીસી લો. હવે એક ડીપ ફ્રાય પેન લો અને તેને ગેસની આંચ પર રાખો પછી તેમાં બધા ફળોનો પલ્પ નાંખો અને પછી ખાંડ તેમજ મીઠું ઉમેરી ગેસની સામાન્ય આંચ પર સતત ગરમ કરતાં રહો. થોડીવાર બાદ તેમાં સાઇટ્રિક એસિડ ઉમેરો અને 2 મિનિટ સુધી ધીમી આંચે ગરમ કરતા રહો.

હવે ફ્રાય પેનમાંથી એક ચમચીમાં જૅમ લઇને જુઓ શું તે બરાબર ઘટ્ટ થઇ ગયો છે. જો તે કોઇ લિક્વિડની જેમ સ્પ્રેડ ન થઇ જાય અને એક જ જગ્યાએ ટકી જાય તો સમજો તમારો જૅમ તૈયાર છે. તેને તુરંત જ એક એરટાઇટ ડબ્બામાં ભરી લો અને ઠંડુ થાય ત્યાંસુધી ડબ્બો ખુલ્લો રાખ્યા બાદ બંધ કરી ફ્રીઝમાં મૂકી દો.