ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By વેબ દુનિયા|

બાળકોને ભાવતી ડ્રાયફ્રૂટ ડોલોપ્સ

P.R
સામગ્રી : એક કપ અખરોટ, એક કપ સૂકાયેલા અંજીર, એક કપ કિશમિશ, એક કપ ખજૂર, એક ચમચી સંતરાની છાલ(છીણેલી), બે ચમચી સંતરાનો રસ, ડસ્ટિંગ માટે શુગર ફ્રી પાવડર, પેકિંગ માટે કલર પેપર.

બનાવવાની રીત : ડ્રાય ફ્રુટ્સને ગ્રાઇન્ડ કરી લો. હવે તેમાં સંતરાનો રસ અને છીણેલી સંતરાની છાલ મિક્સ કરી કઠણ મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણની નાની-નાની ગોળીઓ બનાવી દો. આ ગોળીઓને શુગર પાવડરમાં સામાન્ય રોલ કરો. હવે અલગ-અલગ કલરના પેપરથી તેને કવર કરી લો. તૈયાર છે ડ્રાય ફ્રુટ ડૉલોપ્સ.

નોંધ : ડ્રાય ફ્રુટ ડૉલોપ્સ 40 મિનિટમાં બનીને તૈયાર થઇ જશે અને ઉપર મુજબની સામગ્રીમાંથી તમે 8 પીસ બનાવી શકશો