શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By વેબ દુનિયા|

મેંગો કોકોનટ બરફી

W.D
સામગ્રી - માવો 400 ગ્રામ, પાકી કેરીનો ગૂદો 250 ગ્રામ, નારિયળનુ છીણ 250 ગ્રામ, ખાંડ 300 ગ્રામ, ઈલાયચી પાવડર 1/4 1/4 ચમચી, ચાંદીનુ વરક 2-3 પડ.

બનાવવાની રીત - કેરીના ગૂદાને 1/2 કપ પાણી નાખીને મિક્સરમાં ફેરવી લો. તેમાં ખાંડ મિક્સ કરી બે તારની ચાસણી બનાવો. માવાને ગુલાબી થતા સુધી સેકો.

હવે ચાસણીમાં માવો, નારિયળનુ છીણ અને ઈલાયચી પાવડર નાખી સારી રીતે ચલાવો. એક થાળીમાં ચિકાશ લગાવી આ મિશ્રણને ફેલાવો અને ચાંદીની વરક લગાવી ફ્રિજમાં મૂકો. થોડી વાર સેટ થયા પછી તેના પીસ કરી લો અને સર્વ કરો.