શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By નઇ દુનિયા|

રેન બો આઈસ્ક્રીમ શેક

N.D
સામગ્રી - દૂધ 4 પ્યાલા, આઈસ્ક્રીમ 4 નાની વાડકી, પાઈનેપલ જ્યૂસ અડધી પ્યાલી, ખાંડ એક પ્યાલી, એક નાનુ પેકેટ રંગબેરંગી ચોકલેટ બોલ્સ, ક્રીમ અડધી પ્યાલી, વેનિલા એસેંસ અડધી નાની ચમચી, લીલો અને લાલ રંગ એક એક ટીપુ, બરફ જરૂર મુજબ.

બનાવવાની રીત - દૂધ, ખાંડ અને વેનિલાને મિક્સરમાં ફેરવીને તેમા ક્રીમ અને જ્યૂસ મિક્સ કરો. મિશ્રણના કુલ ત્રણ ભાગ કરો, એક ભાગમાં લીલો રંગ, બીજામાં લાલ રંગ અને ત્રીજાને એમ જ રહેવા દો. છ ગ્લાસમાં આ મિશ્રણને ભરો ઉપરથી બરફનો ભૂકો થોડો થોડો નાખો. 3-4 રંગીન બોલ્સ દરેક ગ્લાસમાં નાખો. ઉપરથી આઈસ્ક્રીમ નાખો અને ચમચીથી થોડુ હલાવીને સર્વ કરો.