શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By વેબ દુનિયા|

શિવરાત્રીની સ્પેશ્યલ ડિશ - શક્કરિયાના ગુલાબજાંબુ

P.R
સામગ્રી : 250 ગ્રામ શક્કરિયાં, 100 ગ્રામ દૂધનો મોળો માવો, 1/2 ટેબલ સ્પૂન ખાંડેલી ઇલાયચી, તળવા માટે ઘી અને ગાર્નિશિંગ માટે પિસ્તાની કતરણ.

બનાવવાની રીત : શક્કરિયાંના ગુલાબજાંબુ બનાવવાની રીત સામાન્ય ગુલાબજાંબુ બનાવવાની રીત જેવી જ છે. સૌપ્રથમ ખાંડમાં પાણી મિક્સ કરી એક તારની ચાસણી બને ત્યાં સુધી ઉકાળો. તેમાં સ્વાદ અને સુગંધ માટે ઇલાયચી મિક્સ કરી અલગ રાખો. શક્કરિયાને ઉકાળીને છોલી લો. બાદમાં તેમાં દૂધનો માવો સારી રીતે મેશ કરો. જે રીતે સામાન્ય ગુલાબજાંબુ બનાવો છો તે રીતે આ મિશ્રણના ગોળા વાળી ભૂરો રંગ પકડે ત્યાંસુધી તળો. ધ્યાન રાખો કે તે અંદરથી કાચા ન રહી જાય. હવે તળેલા ગુલાબજાંબુને ચાસણીમાં થોડીવાર ડુબાડી રાખો. જ્યારે તેમાં ચાસણી બરાબર ભળી જાય એટલે સર્વિંગ ડિશમાં કાઢો. પીસ્તાની કતરણથી ગાર્નિશ કરો અને તમારા પરિવારજનોને શિવારાત્રિના પ્રસંગે ખવડાવો શક્કરિયાંના સ્વાદિષ્ટ ગુલાબજાંબુ