ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By વેબ દુનિયા|

સાબુદાણાની જલેબી

N.D
સામગ્રી - 1 કપ સાબૂદાણા, 1 બાફેલા અને મેશ કરેલા બટાકા, 1 કપ સિંગોડાનો લોટ, 2 કપ ઘી, 1 કપ ખાંડ, 1 કપ પાણી, કેસર અને મીઠો પીળો રંગ, ઈલાયચી, બદામ અને પિસ્તા.

બનાવવાની રીત - સાબૂદાણાને એક કલાક સુધી પલાળી રાખો અને તેમા બાફેલા અને મસળેલા બટાકા નાખી દો. અને સારી રીતે મિક્સ કરીને તેમા સિંગોડાનો લોટ નાખી દો.

થોડુ પાણી મિક્સ કરો અને મિશ્રણને પાતળુ કરી દો. હવે પેનમાં થોડુ ઘી નાખો અને તેને ગરમ કરો. મિશ્રણને જલેબી બનાવવાના પાત્રમાં નાખો અને જલેબીના આકારમાં તળો.

ખાંડની ચાસણી બનાઈને તેમા જલેબી નાખો. થોડો ખાવાનો રંગ લઈને તેમા ઈલાયચી પાવડર નાખીને આ મિશ્રણને ચાસણીમાં નાખો. જલેબીને બદામ-પિસ્તાથી સજાવીને ગરમા ગરમ સર્વ કરો.