શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By નઇ દુનિયા|

સ્વીટ ખસખસ કુકીઝ

N.D
સામગ્રી - મેદો 1 કપ, રવો 1 કપ, ખસખસ 1 કપ, માખણ 1 કપ, બેકિંગ પાવડર 1 નાની ચમચી, ખાંડ 1 મોટી ચમચી, દૂધ જરૂર મુજબ, થોડી રંગીન વરિયાળી કે જેમ્સની ગોળીઓ.

બનાવવાની રીત - રવા અને મેદાને ચાળી લો. ખસખસને વાટીને તેમા ભેળવી દો. માખણ, ખાંડ અને બેકિંગ પાવડ્ર મિક્સ કરો. દૂધને સાધારણ ગરમ કરો અને મેંદાવાળા મિશ્રણનો લોટ બાંધી લો. થોડાવાર ઢાંકી મૂકો. થોડીવાર પછી તેને ફરીથી ગૂંથી એક જેવો કરી લો. તેને વણીને એક જેવા શેપમાં કાપી લો. હવે ટ્રેમાં ચિકાશ લગાડી કુકીઝને ગોઠવી દો અને ઓવનમાં બેક કરી લો. તેની પર વરિયાળી કે રંગીન ગોળી નાખી સર્વ કરો.