શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : રવિવાર, 28 ફેબ્રુઆરી 2016 (10:03 IST)

રૂદ્રાક્ષને ધારણ કરવાથી તમારા બધા કષ્ટો દૂર થઈ જશે

રૂદ્રાક્ષ જ એક ફળ છે જે અર્થ, ધર્મ, કામ અને મોક્ષ પ્રદાન કરવામાં પ્રભાવિત માનવામાં આવે છે. શિવપુરાણ, પદ્મપુરાણ, રુદ્રાક્ષકલ્પ રૂદ્રાક્ષ મહાત્મય વગેરે વિશેષ ગ્રંથોમાં રૂદ્રાક્ષની અપાર મહિમા છે જો કે કોઈપણ પ્રકારનું રૂદ્રાક્ષ હોય એ લાભકારી જ હોય છે. પણ તેમા પણ્મુખના આધાર પર વિશેષ પ્રકારના રૂદ્રાક્ષોનુ પણ મહત્વ બતાવાયુ છે. દરેક રૂદ્રાક્ષની ઉપર ધારિયો(લાઈન)હોય છે. આ ધારિયો રુદ્રાક્ષનુ મુખ હોય છે. આની સંખ્યા 1 થી લઈને 21 સુધી હોઈ શકે છે.  આ જ ધારિયોના આધાર પર જ તેમને બતાવાઈ છે. અને તેમને 1 થી 21 મુખી રૂદ્રાક્ષ કહેવાય છે. મતલબ જેટલી ધારિયો હશે એ એટલા જ મુખનો રુદ્રાક્ષ કહેવાય છે. ધાર્મિક માન્યતાના આધાર પર જે ઘરમાં રૂદ્રાક્ષની નિયમિત પૂજા હોય છે ત્યા અન્ન, વસ્ત્ર, ધન-ધાન્ય વગેરે પ્રકારથી પરિપૂર્ણ હોય છે. આવા ઘરમાં હંમેશા લક્ષ્મીજીનો વાસ રહે છે.  માનવામાં આવ્યુ છે કે રુદ્રાક્ષને ધારણ કરનરા અને તેની પૂજા કરનારા અંત સમયે શરીરને ત્યાગીને શિવલોકમાં સ્થાન પ્રાપ્ત કરે છે. પૌરાણિક કથાઓમાં વર્ણન કરવામાં આવ્યુ છે કે સતીના દેહ ત્યાગ પર શિવજીને ખૂબ દુ:ખ થયુ અને તેમના આંસુ અનેક સ્થાન પર પડવાથી રૂદ્રાક્ષ ઉત્પન્ના થયા છે. તેથી રુદ્રાક્ષ ધારણ કરનારાના બધા કષ્ટ ભગવાન હરી લે છે. સાથે જ જ્યોતિષીય દ્રષ્ટિથી રૂદ્રાક્ષ ધારણ કરનારાઓને અનેક મોટા ફાયદા થાય છે. જ્યોતિષ શાસ્ત્રો મુજબ મનુષ્બ્યના બીમાર થવાનુ મોટુ કારણ ગ્રહોની પ્રતિકૂળતા હોય છે.  રૂદ્રાક્ષ ધારણ કરવાથી ગ્રહોની પ્રતિકૂળતાને દૂર કરી શકાય છે. 
 
ભલે વ્યક્તિ શનિની પ્રકોપથી પીડિત હોય કે શનિએ ચંદ્રમાને પીડિત કરીને તમારા જીવનમાં કષ્ટ ભરી નાખ્યુ હોય. રૂદ્રાક્ષ દરેક હાલતમાં તમારે માટે ખૂબ જ મદદગાર અને ફાયદાકારી છે. ઉલ્લેખનીય છે કે કાલસર્પને કારણે જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોય ત્યારે પણ રુદ્રાક્ષ ધારણ કરવાથી અનુકુળ ફળની પ્રાપ્તિ થાય છે. જો તમે કોઈ શુભ દિવસે ગંગા સ્નાન કરવા માંગો છો અને જો તમે ગંગા તટ પર ન પહોંચી શકો તો તમે રૂદ્રાક્ષને માથા પર મુકીને ભગવાન શિવનુ ધ્યાન કરી શકો છો. જેનાથી તમને ગંગા સ્નાનનું ફળ પ્રાપ્ત થઈ જશે.  રૂદ્રાક્ષના અનેક ફાયદા છે. જેના વૈજ્ઞાનિક પરીક્ષણથી પ્રમાણિત થાય છે કે આ બીપીને સંતુલિત બનાવી રાખવામાં મહત્વપૂર્ણ છે. મતલબ બ્લડ પ્રેશર સાથે સંબંધિત સમસ્યાઓવાળા માટે રૂદ્રાક્ષ ધારણ કરવો ખૂબ જ ફાયદાકારી હોય છે. રૂદ્રાક્ષ બૌદ્ધિક અને સ્મરણ શક્તિને શ્રેષ્ઠ બનાવવામાં પણ કારગર માનવામાં આવે છે. આજના સમયમાં મોટાભાગે લોકો તણાવ અને ચિંતામાં ડૂબ્યા રહે છે. જેનાથી અનેક પ્રકારની બીમારીઓથી લોકો પીડિત થઈ જાય છે. રૂદ્રાક્ષ ધારણ કરવાથી ચિંતા અને તણાવ સંબંધી પરેશાનીઓમાં કમી આવે છે. ઉત્સાહ અને ઉર્જામાં વૃદ્ધિ થાય છે. રૂદ્રાક્ષ કિડની માટે લાભદાયક હોય છે. આ સાથે જ ડાયાબીટિસ અને દિલ સંબંધિત વિકારોમાં રૂદ્રાક્ષ ધારણ કરવો ફાયદાકારી હોય છે.