શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. ટીવી
  4. »
  5. ટીવી ગપસપ
Written By વેબ દુનિયા|

આ વખતે 'બિગ બોસ 6'નો છે અલગ અંદાજ

એક બિન્દાસ્ત હેરસ્ટાઈલિસ્ટ, બે સામાજિક કાર્યકર્તા, એક ડાઈવોર્ડ્સ સેલિબ્રિટી કપલ અને 10 અન્ય. આ છે બિગ બોસ સિઝન 6ના સ્પર્ધકો. શોની ટેગલાઈન 'અલગ છે'ને સાચું પાડે છે આ ભિન્ન ભિન્ન પ્રકારના સેલિબ્રિટીઓ.
P.R

રવિવારે પ્રસારિત થયેલા ઓપનિંગ એપિસોડમાં સલમાન ખાને પોતાના બે ગીતો 'બોડીગાર્ડ' અને 'માશાઅલ્લાહ' પર ડાન્સ કર્યો હતો.

સલમાને શોના દરેક સ્પર્ધકોને અલગ રીતે આવકાર્યા હતાં. આ ઓપનિંગ એપિસોડમાં રાની મુખર્જી પણ પોતાની આવનારી ફિલ્મ 'ઐય્યા'ને પ્રમોટ કરવા માટે આવી હતી.

તેણે સલમાન ખાનને પોતાના બેલી ડાન્સિંગ આઈટમ સોન્ગ અને લાવણીના સ્ટેપ્સ શીખવાડવાના પ્રયાસો કર્યા હતાં.

ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ ઘરમાં પ્રવેશ કરનાર સૌથી પહેલા સ્પર્ધક હતાં, જેની ઓળખાણ ભાંગરા-પોપ સિંગર દલેર મહેંદીએ ખાસ અંદાજમાં કરાવી હતી.

સાઉથની એક્ટ્રેસ સના ખાન, જે 'ધ ડર્ટિ પિક્ચર'ની સાઉથ રિમેકમાં કામ કરી ચૂકી છે, તેણે બોલિવૂડ આઈટમ સોન્ગ પર ડાન્સ કર્યો હતો. સના ખાન બાદ કોમેડિયન-એક્ટર વ્રજેશ હિરજીએ ઘરમાં પ્રવેશ કર્યો હતો.

તેમના પછી ગુલાબી ગેન્ગની લિડર સંપત પાલ ઘરમાં પ્રવેશી હતી. શોની અસામાન્ય સ્પર્ધક હોવા છતાં, સંપતે બધા જ સભ્યોને ઉષ્માભર્યો આવકાર આપ્યો હતો.

શોમાં અન્ય એક એક્ટિવિસ્ટ છે- અસિમ ત્રિવેદી. હાલમાં ભ્રષ્ટાચાર વિરોધી કાર્ટૂન દોરીને પોતાની વેબસાઈટ પર અપલોડ કરનાર વિવાદાસ્પદ કાર્ટૂનિસ્ટ.

નાના પડદાંની ગ્લેમર ગર્લ્સ ઉર્વશી ધોળકિયા અને આશ્કા ગોરડિયાએ પણ શોના સ્પર્ધકોની યાદીમાં થોડો મસાલો ઉમેર્યો છે.

જો તેમને ઓન સ્ક્રિન કેરેક્ટર્સની વાત કરીએ તો ચોક્કસ જ તેઓ શોમાં થોડી-ઘણી ધમાલ તો મચાવશે જ. તેમના સિવાય 'નાગિન' ફેમ સાયંતની ઘોષ પણ શોની સ્પર્ધક છે.

દિનેશ યાદવે શોમાં ભોજપુરી ફ્લેવર ઉમેર્યો છે. પોતાના બિન્દાસ અને ટોમ બોયીસ, ટેટૂ અવતાર માટે જાણીતી હેરસ્ટાઈલિસ્ટ સપના ભાવનાનીએ ઘરમાં દરેકને પોતાનો લૂક દ્વારા આશ્ચર્યમાં મૂકી દીધા હતાં.

P.R
સૌથી મોટી સરપ્રાઈઝ તો એક્ટર ડેલનાઝ ઈરાની અને તેના પૂર્વ પતિ રાજીવ પૌલને એક જ ઘરમાં સાથે જોયા બાદ સૌને થઈ હતી. ડેલનાઝને જોઈને રાજીવ તો થોડો સ્વસ્થ દેખાતો હતો પણ ડેલનાઝની હાલત કાપો તો લોહી ના નીકળે તેવી થઈ ગઈ હતી. તે માંડ માંડ સ્મિત જાળવવાનો પ્રયાસ કરી રહી હતી.

ઘરમાં ફેશન અને ગ્લેમરનો તડકો મારવા માટે જાણીતી મોડલ કરિશ્મા કોટક અને નિકેતન મેડહોકને બોલાવવામાં આવ્યા હતાં.

છેલ્લે નક્કી કરાયેલા ત્રણ ફાઈનાલિસ્ટમાંથી એક સામાન્ય વ્યક્તિને ઘરમાં સ્પર્ધક તરીકે લેવામાં આવ્યો હતો. હૈદરાબાદનો કાશિફ કુરેશી માર્શલ આર્ટમાં એક્સપર્ટ છે.

બિગ બોસનું ઘર આ વખતે લોનાવાલામાં ઊભુ કરાયું છે. સ્પર્ધકોને 98 દિવસ સુધી આ ઘરમાં પૂરી રાખવામાં આવશે. તેમને બહારની દુનિયા સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક રાખવા દેવામાં નહીં આવે. આ વખતે ઘરમાં 55ને બદલે 70 કેમેરા રાખવામાં આવ્યા છે, જેથી ચોવીસે કલાક સ્પર્ધકો પર ચાંપતી નજર રાખી શકાય.