શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. ટીવી
  4. »
  5. ટીવી ગપસપ
Written By નઇ દુનિયા|

નાના પડદા પર મોંઘા ધારાવાહિક

બોલીવુડમાં ભવ્ય અને મોંઘી ફિલ્મો સમય-સમયે બનતી રહે છે. 'મુગલે આઝમ'થી લઈને ઝડપી પ્રદર્શિત થનાર 'કાઈટ્સ' સુધી સેંકડો મોટી બજેટવાળી ફિલ્મો આવી છે. પરંતુ નાના પડદા વિશે ક્યારેય વિચાર્યું પણ નહોતુ કે તેને માટે બનાવવામાં આવી રહેલ ધારાવાહિક માટે પણ કરોડો રૂપિયા ખર્ચ કરી શકાશે. પરંતુ હવે નાના પડદાએ પણ તેનું રૂપ બદલી દિધું છે.

પાછલાં થોડાક સમયથી નાના પડદા માટે પણ 15 કરોડથી લઈને 25-30 કરોડ સુધીની મોંઘી ધારાવાહિક બનવા લાગી છે. હવે એક એવી ધારાવાહિક આવી રહી છે જેને માટે લગભગ 50 કરોડ રૂપિયા ખર્ચ થયા છે. નાના પડદાના ઈતિહાસમાં આ સૌથી મોંઘી ધારાવાહિક સાબિત થઈ શકે છે. આ એક એનિમેટેડ ધારાવાહિક છે જેને પૂનાના બિગ એનિમેશન સ્ટુડિયોમાં બનાવવામાં આવી છે.

નિક ચેનલે બાળકોની રજાઓને ધ્યાનમાં રાખીને ભગવાન કૃષ્ણના જીવન પર 'લીટર કૃષ્ણા' ધારાવાહિકનું નિર્માણ કર્યું છે. માત્ર 13 જ કડીની આ ધારાવાહિક માટે લગભગ 50 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ધ ઈંડિયન હેરિટેઝ ફાઉંડેશન (ઈસ્કોન, બેંગલોર) દ્વારા આ ધારાવાહિકનું નિર્માણ કરવામાં આવ્યું છે.

બિગ એનિમેશનના સીઈઓ આશીષ એસ.કે.એ જણાવ્યું કે ઈસ્કોનવાળા એનિમેશનમાં શ્રીકૃષ્ણની જીવનકથા દેખાડવા માંગતા હતાં. આ ધારાવાહિક માટે અમે લગભગ 45 હજાર ચિત્રો બનાવ્યાં અને 380 લોકોએ આને માટે કામ કર્યું છે. અમે આની પર ફિલ્મ પણ બનાવી શકતાં હતાં પરંતુ ધારાવાહિકની ઉંમર હોય છે. 'ટોમ એંડ જેરી' ના માત્ર 75 એપિસોડ જ છે પરંતુ તેને દુનિયાભરમાં રોજ દેખાડવામાં આવે છે.

નિકના 'લિટલ કૃષ્ણા'ની જેમ જ સોની પર 'ચિત્તોડ કી રાની પદ્મીની કા જૌહર' પ્રસારિત થઈ રહી છે. આ ધારાવાહિકનું નિર્માણ વિશ્વવિખ્યાત કલા નિર્દેશક નીતિન દેસાઈ કરી રહ્યાં છે. આ ધારાવાહિક માટે નીતીન દેસાઈએ પોતાના એનડી સ્ટુડિયોમાં ભવ્ય સેટ લગાવ્યો છે જેનો ખર્ચ 25 થી 35 કરોડની આસપાસ છે.

સોની પર સલમાન ખાનનો શો 'દસ કા દમ' ફરીથી શરૂ થવા જઈ રહ્યો છે. સલમાનને આ શો માટે કરોડો રૂપિયા આપવામાં આવ્યાં છે. સેટ પર પણ લગભગ બે થી પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

મોંઘા ધારાવાહિક બનવાની શરૂઆત હમણાંથી જ થઈ છે તેવું નથી. આ પહેલાં પણ ઝી ટીવી, સ્ટાર, સહારાએ પ્રતિ એપિસોડ 30 થી 40 લાખ રૂપિયાના ખર્ચાથી ધારાવાહિક બનાવી છે. ઝી પર 2003માં વિભાજન પહેલાં 'મુલ્ક' માટેની સ્ટોરી પર ઘણો ખર્ચ કરવામાં આવ્યો હતો. ચંદર બદલ દ્વારા નિર્દેશિત આ ધારાવાહિકને લોકોએ ઘણી વખાણી હતી.

ઝી ની જેમ જ સોનીએ 'કાશ્મીર' ધારાવાહિક પણ બનાવી હતી જે તે વખતની સૌથી મોંઘી ધારાવાહિક હતી. સોનીએ જ 'કિસમે કિતના હૈ દમ' ગેમ શો બનાવ્યો હતો જેને માટે તેમણે દરેક એપિસોડ 25 લાખ રૂપિયા ખર્ચ કર્યો હતો.

એનડીટીવી 'રાખી કે સ્વયંવર' પર રાખીને પૈસા આપવાની સાથે સાથે તેના લગ્ન ખુબ જ ભવ્ય રીતે કરાવશે. રાખીનો થનારો વર કયા પ્રાંતનો હશે તેની ખબર નથી એટલા માટે ત્રણથી ચાર પ્રકારના અલગ અલગ સેટ બનાવવામાં આવ્યા છે. જે પ્રાંતનો વર મળશે તેને તે પ્રાંતના ખાસિયતવાળા સેટ પર રાખીના લગ્ન કરાવવામાં આવશે અને તેમાં આખા બોલીવુડને આમંત્રિત કરવામાં આવશે. આ માટે ચેનલ તરફથી લગભગ 15 થી 20 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

કલર્સ પણ હવે પૌરાણિક ધારાવાહિક તરફ ઝુક્યુ છે અને તેને માટે ચેનલ તરફથી સારા એવા પૈસા ખર્ચ કરવામાં આવી રહ્યાં છે. ઝી ટીવીના રણબીર રાણો માટે કમાલિસ્તાનના સ્ટુડિયોમાં અમૃતસરના એક ગામડાનો સેટ લગાવવામમાં આવ્યો હતો અને સેટની સાથે સાથે અમૃતસરમાં પણ શુટિંગ કરાઈ રહ્યું હતું. તેને માટે દરેક એપિસોડનો ખર્ચ ચાર થી પાંચ લાખ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો. બધુ મળીને જોઈએ તો નાના પડદા પર પણ હવે મોટા બજેટનો જમાનો સાફ દેખાઈ રહ્યો છે.

સંડે મેગેઝીન