શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. ટીવી
  4. »
  5. ટીવી ગપસપ
Written By વેબ દુનિયા|

બિગ બોસ 4 : કોણ બનશે વિજેતા ?

બિગ બોસ સીઝન 4ના વિજેતા જાહેર થવાના દિવસ નજીક છે. ફાઈનલમાં અશ્મિત પટેલ, ડોલી બિન્દ્રા, ખલી અને શ્વેતા તિવારી છે. આવો જાણીએ કોણ મારી જશે બાજી.

શ્વેતા તિવારી

P.R

શ્વેતા તિવારી પ્રથમ દિવસે જ બિગ બોસના હાઉસમાં જોડાઈ છે અને અત્યાર સુધી ટકેલી છે. નવ વખત તેણે ઘરથી બેઘર કરવા માટે નોમિનેટ કરવામાં આવી, પરંતુ શ્વેતાને લોકોએ દરેક વખતે બચાવી લીધી. ડોલી અને તેની લડાઈ ખૂબ ચર્ચિત રહી. પછી ડોલીએ માફી માંગી મામલાનો અંત લાવ્યો.

પ્લસ પોઈંટ

ટીવી કલાકાર શ્વેતાના ઘણા પ્રશંસકો છે, જે તેને કોઈપણ રીતે વિજેતા બનતી જોવા માંગે છે. નવ વખત લોકોએ તેને બચાવીને સાબિત કર્યુ છે કે તે ખૂબ જ લોકપ્રિય છે. ઘણા બોલીવુડ કલાકાર રાણી મુખર્જી, વિદ્યા બાલન, ઘર્મેદ્રએ આ શો માં આવીને કહ્યુ કે તે શ્વેતાને વિજેતા બનતી જોવા માંગે છે. કેટલીક ભોજપુરી ફિલ્મો પણ તેણે કરી છે અને ઉત્તર ભારત તરફથી તેને સારા વોટ મળવાની આશા છે.

માઈનસ પોઈંટ

મોટાભાગના હાઉસમેંટ્સ જેવા રિશાંત, વીણા મલિક, રાહુલ ભટ્ટએ શો ની બહાર નીકળીને શ્વેતાની નીંદા કરી છે. તેમને શ્વેતાનો વ્યવ્હાર બિલકુલ ગમ્યો નથી. તેમના પ્રશંસક શ્વેતા વિરુદ્ધ અન્ય હરીફોને વોટ આપી શકે છે.

અશ્મિત પટેલ

P.R

જેમ જેમ શો આગળ વધતો ગયો અશ્મિત પટેલના વ્યવ્હારમાં પરિવર્તન જોવા મળ્યુ. શરૂઆતમાં અશ્મિત ઓછુ બોલતા હતા. ઝગડવુ તેમને પસંદ નહોતુ, પરંતુ પાછળથી તેમની જીભ દોડવા લાગી. મોટાભાગના સભ્યો સાથે તેમનો ઝગડો થયો. ડોલી જેવી ઝગડાળુ મહિલાનો પણ તેમને સારો સામનો કર્યો. વીણાની સાથે તેમણે દોસ્તીના નામે રોમાંસ કર્યો, ઝગડો કર્યો અને વીણા બહાર થઈ ગયા પછી તેઓ ચૂપ જેવા થઈ ગયા.

પ્લસ પોઈંટ

બોલીવુડ એક્ટ્રેસ અમીષા પટેલના ભાઈ હોવાનો તેમને લાભ મળ્યો. બોલીવુડના ઘણા લોકો થોકમાં અશ્મિતને વોટ આપી શકે છે. તેમની પીઆર મશીનરી પણ તેમના પક્ષમાં સતત કામ કરી રહી છે. છોકરીઓમાં તે ખૂબ જ લોકપ્રિય છે અને ચારેય હરીફોમાં સૌથી યુવાન હોવાનો લાભ પણ તેમને મળી શકે છે.

માઈનસ પોઈંટ

અશ્મિત અને સાંરાના સંબંધોને લઈને ઘણી વાતો થઈ. છેવટે મામલો ઉકેલવા માટે સ્સારાના મંગેતર અલી બિગ બોસ શો મા આવ્યા અને તેમણે સસરા સાથે શો માં જ લગ્ન કર્યા. પરંતુ આનાથી અશ્મિતની ઈમેજને ઠેસ પહોંચી. અશ્મિત અને વીણા મલિકની નિકટતાને પણ ઘણા લોકોએ ના પસંદ કરી.

ડોલી બિન્દ્રા

P.R

ડોલી બિન્દ્રાએ જ્યારે શો માં વચ્ચેથી એંટ્રી લીધી ત્યારે ઘરમાં ભૂકંપ આવી ગયો. ચીસો પાડી પાડીને તેમણે એવી કડવી વાતો બોલી કે બધા દંગ રહી ગયા. એવુ લાગ્યુ કે તેમને આ શો માં ફક્ત ઝગડવા માટે જ મોકલવામાં આવી છે. બધા સાથે તેમણે ઝગડો કરીને ઘરમાં પોતાની ધાક જમાવી.

પ્લસ પોઈંટ

ડોલીએ ઝગડવાના નામ પર જે તમાશો કર્યો, તેને ઘણા લોકોએ પસંદ કર્યો. તેમનુ માનવુ છે કે ભલે એ જોર જોરથી બોલે છે, પરંતુ સત્ય બોલે છે. તેમના ખરાબ વ્યવ્હારને કારણે તેમને શો ની બહાર કરવામાં આવ્યા. જ્યારે લોકોને પૂછવામાં આવ્યુ કે તેઓ કયા હરીફને ઘરની અંદર જોવા માંગે છે તો લોકોએ ડોલીને જ પસંદ કરી.

માઈનસ પોઈં

તેઓ વાઈલ્ડ કાર્ડ દ્વારા શો મા આવી છે. એકવાર બહાર થયા પછી તેની ફરીથી એંટ્રી થઈ. તેમણે સંપૂર્ણ રીતે બિગ બોસમાં ભાગ નથી લીધો. બીજીવાર ઘરમાં પ્રવેશ કર્યા પછી ડોલી પોતાની ઈમેજ બદલાવાની કોશિશ કરી રહી છે. તેમણે ગાળો બોલવાનુ બંધ કરી દીધુ છે, પરંતુ જે લોકો તેને નાપસંદ કરે છે તેઓ આનાથી પ્રભાવિત નથી.

ખલી

P.R

ભારે કદવાળા અને શક્તિશાળી ખલી પણ વાઈલ્ડ કાર્ડ દ્વારા જ શો માં આવ્યા છે અને કહેવાય છે કે તેમને આ શો માં ભાગ લેવાના બદલે રોજ પાંચ લાખ રૂપિયા આપવામાં આવે છે.

પ્લસ પોઈંટ

ખલી ખૂબ જ લોકપ્રિય છે. તેમના ઘણા પ્રશંસકો છે. ઘરના અંદર પણ તેમણે એક સૌમ્ય છબિ બનાવી રાખી છે. વિવાદોથી તેઓ દૂર રહેવાનો પ્રયત્ન કરે છે.

માઈનસ પોઈં

ડોલીનો સાથ આપવાનુ ખલીને ભારે પડી શકે છે. ડોલીની સામે ધ ગ્રેટ ખલી ગભરાય જાય છે જો કે તે હવે ડોલીથી છેટાં રહેવાનો પ્રયત્ન કરે છે, પરંતુ હવે ઘણુ મોડુ થઈ ગયુ છે.