શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. ટીવી
  4. »
  5. ટીવી ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 29 એપ્રિલ 2014 (16:13 IST)

મોદીને કારણે કપિલ શર્માને પડી ગાળો

કોમેડિયન કપિલ શર્માને નરેન્દ્ર મોદીએ એક ટ્વીટ શેર કરવુ ભારે પડી ગયુ. ટ્વીટ શેર કર્યા બાદ કપિલના પ્રશંસકે સોશિયલ નેટ્વર્કિંગ પર એક બીજાને ગંદી ગાળો આપવા લાગ્યા. 
 
એટલુ જ નહી કેટલાય લોકોએ કપિલ શર્માને પણ ગંદી ગંદી ગાળો આપી અને આરોપ લગાવ્યો. મોદીએ રવિવારે ટ્વીટ કર્યુ હતુ. જે રીતે રાહુલ ગાંધી નિવેદન આપી રહ્યા છે. તેમા ખૂબ કોમેડી છે. મને લાગે છે કે કપિલ શર્માએ થોડા દિવસમાં પોતાની દુકાન બંધ કરવી પડશે. કપિલ શર્માએ મોદીનુ આ ટ્વીટ એવુ સમજીને શેર કર્યુ કે તેમના શો ની લોકપ્રિયતા વધી જશે પણ અસર તેનાથી ઉલ્ટી થઈ.  
 
પ્રશંસકોએ ઓન લાઈન પર કપિલ શર્માને ગંદી ગાળો અને આરોપોનો વરસાદ વરસાવી દીધો. મામલો ગરમાતો જોઈને કપિલ શર્માએ એ ટ્વીટ ડીલિટ કરી નાખ્યુ. તેમણે પછી ફેસબુક પર લખુઉ .. હેલો મિત્રો.. જ્યારે મે તમને સોશિયલ નેટવર્કિંગ પર લડતા જોયા તો મને ખૂબ દુ:ખ થયુ .. ખોટા શબ્દ.. અને ગાળો.. મને ખૂબ દુ:ખ થયુ. હુ તમને સૌને વિનંતી કરુ છુ કે ધર્મના નામ પર એકબીજા વિરુદ્ધ ખોટા શબ્દોનો પ્રયોગ ન કરો. 
 
કોઈપણ ધર્મ આપણને એકબીજાને ગાળો આપતા અને અન્ય ધર્મોનુ અપમાન કરવાનુ નથી શીખવતો. આપણે બધા માણસો છીએ. મે તો ફક્ત શો ને લઈને મોદીનુ ટ્વીટ શેર કર્યુ હતુ. કારણ કે તમે બધા મારા શો ને લાઈક કરો છો. તેથી મે ટ્વીટ અને ફોટો ડીલિટ કરી દીધો.  એકબીજાને પ્રેમ કરતા શીખો. એકબીજાનુ સન્માન કરતા શીખો. આ દુનિયાને બદલો. જેથી આપણા પછી જે જનરેશન આવે તેને નફરત વિશે જાણ જ ન હોય. હસતા રહો. ... તમને બધાને પ્રેમ .. 
 
kapil sharma lands in soup after retweeting modis tweet