ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. ટીવી
  4. »
  5. ટીવી ગપસપ
Written By વેબ દુનિયા|

'સત્યમેવ જયતે' ને તોડીમોડીને રજૂ કયો છે - ઓસ્કર વિજેતા રેસુલ

P.R
ગત મહિને જ સમાપ્ત થઈ ચૂકેલો આમિર ખાનનો જાણીતો ટીવી શો 'સત્યમેવ જયતે' ફરીથી એક વાર ચર્ચામાં આવ્યો છે.

દિલ્હી સ્થિત એક જાણીતા અખબાર સાથેના ઈન્ટરવ્યૂમાં ઓસ્કાર વિજેતા સાઉન્ડ સ્પેશિયાલિસ્ટ રેસુલ પુકુટ્ટીએ દાવો કર્યો હતો કે 'સત્યમેવ જયતે' સંપૂર્ણ રીતે તોડી-મરોડીને રજૂ કરાયેલો શો હતો, કારણ કે શોમાં ઘણું બધુ સાઉન્ડ પોસ્ટ-પ્રોડક્શન કામ કરવામાં આવ્યુ હતું. તેને એક ફિલ્મની જેમ ટ્રિટ કરવામાં આવ્યો હતો જેથી દર્શકોને બ્લેકમેલ કરી શકાય. હજી સુધી આમિર ખાન કે શો સાથે સંકળાયેલી ટીમના કોઈ પણ સભ્યે રેસુલના નિવેદનનો કોઈ જવાબ નથી આપ્યો. જો કે, આ પહેલી વાર નથી કે કોઈએ શોની વિરુદ્ધમાં કોઈ નિવેદન કે આક્ષેપ કર્યા હોય.

આ પહેલા દિલ્હી સ્થિત બેન્ડ 'યુફોરિયા'એ દાવો કર્યો હતો કે 'સત્યમેવ જયતે'નું ટાઈટલ ટ્રેક તેમના એક દાયકા જૂના ગીતમાંથી ઉઠાંતરી કરીને બનાવાયું છે. આ સિવાય શોના એક એપિસોડમાં જ્યારે તબીબી ક્ષેત્રની ગેરરીતિઓ રજૂ કરવામાં આવી હતી ત્યારે ડોક્ટરોના અમૂક જૂથોએ તેમના વ્યવસાયની માત્ર એક જ બાજુ રજૂ કરવાનો આક્ષેપ કર્યો હતો અને આમિરને તેમની માફી માંગવાની પણ માંગ કરી હતી.