ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. ટીવી
  4. »
  5. ટીવી ગપસપ
Written By વેબ દુનિયા|

'સત્યમેવ જયતે' માં આમિરે બાળ યૌનશોષણનો મુદ્દો ઉઠાવ્યો

P.R
બોલીવુડ અભિનેતા આમિર ખાને પોતાના કાર્યક્રમ 'સત્યમેવ જયતે'ના બીજા અંકમા બાળ યૌન શોષણનો મુદ્દો ઉઠાવ્યો જેમા કેટલાક લોકોએ હિમંત બતાવીને પોતાના પર થયેલ અત્યાચારનો સૌની સામે ઉલ્લેખ કર્યો.

સામાજીક મુદ્દાને ઉઠાવી રહેલ આ કાર્યક્રમમા એક વાર ફરી સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ચર્ચા છેડી છે. કાર્યક્રમ પૂરો થતા સુધી ટ્વિટર પર ટ્રેડમાં ચાલી રહેલ 10માંથી પાંચ વિષય આ જ શો સાથે જોડાયેલા હતા.

આ કાર્યક્રમમાં સિડ્રેલા પ્રકાશ નામને એક યુવતીએ પોતાની સાથે બાળપણમાં થયેલ ઘટનાનો ઉલ્લેખ કર્યો. સિડ્રેલાએ જણાવ્યુ કે તે 12 વર્ષની હતી ત્યારે કેવી રીતે તેના એક સંબંધી જેઓ 55 વર્ષના હતા તેમણે ઘરમાં તેને એકલી જોઈને ખોટા ઈરાદાથી તેના શરીરના જુદા જુદા ભાગ પર ટચ કર્યુ હતુ.

આમિરે એ પણ ઉલ્લેખ કર્યો કે આ પ્રકારની ઘટનાઓનો શિકાર માત્ર છોકરીઓ જ નહી પણ છોકરાઓ પણ થાય છે. આ જ રીતે એક હરીશ ઐયરનો કેસ તેમણે સામે મુક્યો.

હરીશે જણાવ્યુ કે કેવી રીતે તેના પરિવારના એક સભ્યએ તેનુ યૌન શોષણ કર્યુ. તેમનુ કહેવુ હતુ કે આ પરિજન પાછળથી કેટલાક બીજા લોકોને લાવીને તેમનું યૌન શોષણ કરતા હતા.

લગભગ સત વર્ષના હરીશની સાથે આવું લગભગ 11 વર્ષ સુધી ચાલ્યુ અને એક દિવસ તેણે હિમંત કરીને જોરથી ચીસ પાડીને 'નો' કહ્યુ અને એ વ્યક્તિને લાત મારી ત્યારથી આ બંધ થયુ.

હરીશે જણાવ્યુ કે એ દરમિયાન તેમનો કૂતરો તેની લાગણી સમજતુ હતુ, અને તેને ખૂબ પ્રેમ કરતું હતુ. તેમણે જણાવ્યુ કે એ દરમિયાન તેમણે બોલીવુડ સ્ટાર શ્રીદેવીની ફિલ્મોથી મદદ મળતી હતી અને તે એ ફિલ્મો દ્વારા એક કાલ્પનિક દુનિયામાં જઈને શાંતિ શોધતો હતો.

તેમના કહેવા મુજબ તેમની મા એ વાતની ગંભીરતાને સમજી ન શકી અને અત્યાચાર એક લાંબા સમય સુધી ચાલ્યો.

માં-બાપની જવાબદારી

શો મા એ વાત પર જોર આપવામાં આવ્યો કે બાળકો પાસે જ આ આશા ન રાખવી જોઈએ કે તેમનું યૌન શોષણ થાય તો તેઓ જાતે જઈને માં-બાપને આનો ઉલ્લેખ કરશે.

એક બિન સરકારી સંગઠન રાહીની અનુજા ગુપ્તાએ શો માં કહ્યુ કે માં-બાપને બાળકોના સંકેતોને સમજતા તેમની વાતો પર વિશ્વાસ કરવો જોઈએ.

આ શો મા આવેલ સિંડ્રેલા પ્રકાશે પોતાના ટ્વિટર એકાઉંટ પ2 20 એપ્રિલના રોજ બાળ યૌન શોષણના મુદ્દા પર ચર્ચા કઈ હતી. એ દરમિયાન તેમને 12, 15 અને 17 વર્ષની વયમાં યૌન શોષણનો શિકાર થયાનો ઉલ્લેખ કર્યો હતો.

કાર્યક્રમના અંતે આમિર ખાને બધા લોકોને અપીલ કરી કે તેઓ આ કાર્યક્રમમાં પત્ર લખીને બાળ યૌન શોષણ રોકવા માટે એક મજબૂત કાયદો લાવવાનું સમર્થન કરે. યૌન શોષણનો શિકાર બનેલ હરીશની પ્રેરણા શ્રીદેવીને પણ આ કાર્યક્રમને આમંત્રિત કરી. શ્રીદેવીએ હરીશને પોતાના ફિલ્મોની ડીવીડીનો સેટ ભેટ કર્યો.

આ શો દ્વારા બાળકોને એ પણ બતાવવામાં આવ્યુ કે જો કોઈ તમારા શરીરમાં છાતા, તેમના નિતંબ કે તેમના પગની વચ્ચેના ભાગને ખોટા ઈરાદાથી અડકી રહ્યુ છે તો તરત જ બૂમો પાડો અને આ વિશે તમારા સૌથી વિશ્વાસુ વ્યક્તિન બતાવો.

આ અગાઉના એપિસોડમાં આમિરે કન્યા ભ્રૂણ હત્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો.