સારા અને અલી મુસ્લિમ સમાજમાંથી બહિષ્કૃત

ભાષા|

ટેલીવિઝન કાર્યક્ર્મ 'બિગ બોસ-4'માં નિકાહ કરનારી સારા ખાન અને અલી મર્ચંટને એક સંગથને મુસ્લિમ સમાજમાંથી કરવાનુ ફરમાન સંભળાવ્યુ છે.

આ સંગઠનનુ નામ 'ઓલ ઈંડિયા મુસ્લિમ તહેવાર કમિટિ' છે. સંગઠનના અધ્યક્ષ ડો. ઔસાફ શાહમીરી ખુર્રમે જણાવ્યુ, 'શનિવારે મંજલિ-એ-શૂરાની લખનૌમાં બેઠક થઈ.

આ બેઠકમાં કહેવામાં આવ્યુ કે સારા અને અલીએ બીજીવાર નિકાહ કરી ઈસ્લામની મજાક ઉડાવી છે. તેથી બંને મુસ્લિમ સમાજમાંથી બહિષ્કૃત કરવામાં આવે છે.
ખુર્રમે આગળ કહ્યુ કે બંનેયે પોતાના આ કૃત્ય માટે લેખિતમાં માફી માંગવી પડશે અને જો તેઓ આવુ કરે છે તો આ અંગે તેમના પર આગળ કાર્યવાહી થવાની શક્યતા છે. હાલ તો તેમને સમાજમાંથી બહિષ્કૃત કરવામાં આવ્યા છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે 'બિગ બોસ 4'માં સારા અને અલીનુ લગ્ન થઈ ચૂક્યુ હતુ. સારાના માતા-પિતાનો દાવો છે કે તેમની પુત્રીના લગ્ન બે વર્ષ પહેલા જ થઈ ચૂક્યા હતા અને ટીવી કાર્યક્રમમાં તેમના બીજીવાર લગ્ન થયા છે.


આ પણ વાંચો :