હોટ બિગ બોસ ક્વિન સન્ની લિઓન ઘરની બહાર !!

વેબ દુનિયા|
P.R
આખરે રિયાલિટી શૉ બિગ બોસ-5ના પાંચ ફાઇનલિસ્ટ ફાઇનલ થઇ ગયા છે. જેમાં જુહી પરમાર, અમર ઉપાધ્યાય, મહેક ચહેલ, અને આકાશદીપ સાયગલનો સમાવેશ થાય છે. આગામી અઠવાડિયે આ પાંચમાંથી કોઇ એક સ્પર્ધક બનશે બિગ બોસ. ઇન્ડો-કેનેડિયન પોર્નસ્ટાર સની લિયોન બિગ બોસના ઘરમાંથી બેઘર થઇ જતા હવે આ પાંચ સ્પર્ધકો માટે એક અઠવાડિયા સુધી ફાઇનલ માટેની જંગ ખેલાશે.
જી હા, સની લિઓન બિગ બોસના ઘરમાંથી એવિક્ટ થનારી છેલ્લી સ્પર્ધક બની છે. ઉલ્લેખનીય છે કે શૉ શરૂ થયાંના થોડાં અઠવાડિયા બાદ સનીની ઘરમાં એન્ટ્રી કરાવવામાં આવી હતી. શૉ પૂર્ણ થવામાં એક જ અઠવાડિયું બાકી રહ્યું છે ત્યારે બિગ બોસમાં બહાર થયેલી સનીને લાગે છે કે તેણે ઘરમાં બહુ ડ્રામા ક્રિએટ ન કર્યો હોવાથી તેને લોકોએ પૂરતા વૉટ નથી આપ્યાં.
ઘરમાંથી બહાર નીકળેલી સનીએ પોતાના એવિક્શન અંગે નારાજગી વ્યક્ત કરતા કહ્યું, "બહુ નજીક પહોંચી ગયા છતાં હું ફાઇનલ સુધી ન પહોંચી શકી તેનું મને બહુ દુખ છે. મને નથી લાગતું કે લોકોએ મને મારા કામને કારણે વૉટ નહીં આપ્યાં હોય, પણ મેં બહુ કોન્ટ્રોવર્સી ક્રિએટ ન કરી હોવાથી અથવા તો ઝઘડા ન કર્યા હોવાથી આવું થયું હોઇ શકે."

30 વર્ષિય સનીની બિગ બોસના ઘરની સફર બહુ લો-પ્રોફાઇલ રહી છે. તેણી જણાવે છે કે ઘરમાં જવાથી તેને અને જુહી પરમાર જેવા સારા મિત્રો મળ્યા છે. અલબત, ઘરની ફાઇટિંગ અને આર્ગ્યુમેન્ટે તેને ઘણીવાર હતાશ કરી હોવાનું સની કબુલે છે. ઘરના આ વિચિત્ર અનુભવને વર્ણવતા તે કહે છે, "મેં લોકોને આટલા ઝઘડતા ક્યારેય નિહાળ્યા નહતા. અને હું ખુશ છું કે મેં મારી માનસિક સ્વસ્થતા જાળવી રાખી અને કોઇપણ લડાઈમાં સામેલ ન થઇ."
ઉલ્લેખનીય છે કે અંતિમ પડાવ પર આવી પહોંચેલી બિગ બોસની આ પાંચમી સીઝન બોલિવૂડના બે સુપરસ્ટાર અને હોસ્ટ કરી રહ્યા છે. આ શૉ 14 સ્પર્ધકો સાથે શરૂ થયો હતો. અને સમયાંતરે અન્ય કેટલાક સ્પર્ધકોની ઘરમાં પાછળથી એન્ટ્રી કરાવવામાં આવી હતી. હાલ ઘરના પાંચ બાકી રહેલા સભ્યોમાંથી અમર ઉપાધ્યાય, સિદ્ધાર્થ ભારદ્વાજ અને આકાશદીપ સાયગલનો પણ શૉમાં આ રીતે પાછળથી સમાવેશ કરાવવામાં આવ્યો હતો.
તો હવે જોવું રહ્યું કે પાંચ બચેલા સભ્યોમાંથી બિગ બોસની આ પાંચમી સીઝનનો તાજ કોના શિરને શોભાવે છે...!


આ પણ વાંચો :