બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. ટીવી
  4. »
  5. ટીવી ગપસપ
Written By
Last Modified: મુંબઈ- , ગુરુવાર, 8 મે 2014 (13:57 IST)

કપિલે સૂરતમાં ભૂલી પડેલી બાળકીને માબાપને સોંપી

મશહૂર હાસ્ય કલાકાર કપિલ શર્માએ સૂરતમાં પોતાના લાઈવ શોમાં 5,000 લોકોના આવવાની આશા હતી. પણ ત્યાં 25,000 લોકો આવ્યા. જેમાં એક બાળકી પોતાના માતા-પિતાથી ભૂલી પડી. પણ નસીબજોગે કપિલે તેને રડતાં જોઈ લીધી અને તેને પોતાના ખોળામાં લઈ લીધી. 
 
બાળકી અઢી વર્ષની બતાવાઈ છે. ."કામેડી નાઈટસ વિથ કપિલ " ના મેજબાન કપિલે કહ્યું કે તે બહુ નાની હતી તે બોલી નહોતી શકતી. તે માત્ર રડી રહી હતી. બાળકોને રડતા જોવા એ મારા જીવનનો સૌથી ઈમોશનલ અનુભવ છે. નાની બાળકીને જોઈ મને મારી ભાણેજની યાદ આવી ગઈ. મારું દિલ પીગળી ગયું . 
 
કપિલ એ બાળકીને સ્ટેજ પર લાવ્યો અને તેના માં-બાપને બુમો પાડી. જેથી પિતા સ્ટેજ તરફ આવ્યાં. કપિલે કહ્યું કે મેં પિતાને સારી રીતે ખખડાવી નાખ્યા. તે એ જ લાયક છે. એક જવાબદાર પિતા એ એક સારા માણસ બનવાનો પાયો છે. આપણે આપણી જવાબદારી ગંભીરતાથી નિભાવવી જોઈએ. 
 
કપિલ માટે સૂરતની આ ઘટના આંખો ખોલવાનો અનુભવ છે. તેણે કહ્યું કે મને લાગ્યુ કે ત્યાં 5,000 લોકો હશે. પણ ત્યાં 25,000 લોકો હતાં. ત્યાં ગુજરાતના દરેક ખુણાંથી લોકો આવ્યાં હતા. હું અત્યારે બીઝી શેડયુલના કારણે લાઈવ શો નહી આપી શકું. પણ આમ જોવા જઈએ તો  "કામેડી નાઈટસ વિદ કપિલ "પણ  એક લાઈવ શો છે. કપિલે કહ્યું કે જ્યારે સૂરતના લોકો મારા શો વિશે સાંભળ્યું તો તે બસો ભરી ગુજરાતના દરેક ખૂણેથી આવી ગયાં