શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. ટીવી
  4. »
  5. ટીવી ગપસપ
Written By વેબ દુનિયા|

બિગ બોસ 6 : વાસ્તુ અને ફેંગશુઈ મુજબ બનેલ બિગ બોસનું ઘર (જુઓ ફોટા)

P.R

બિગ બોસની છઠ્ઠી સીઝન (બોગ બોસ સીઝન 6 - સૌથી જુદી છે') સાત ઓક્ટોબરથી શરૂ થયેલ છે. આ સીઝનના બિગ બોસ હાઉસને વિશાળ બનાવવામાં આવ્યુ છે. આ અત્યાર સુધીનુ સૌથી મોટુ હાઉસ છે. જે 15000 વર્ગફીટ પર ફેલાયેલ છે. શાનદાર ડિઝાઈનવાળુ આ હાઉસ વાસ્તુના હિસાબથી બનાવવામાં આવ્યુ છે. ફેંગશુઈના ઘટકોને પણ ધ્યાનમાં લેવામાં આવેલ છે.

P.R


P.R

P.R

આ મોટા બંગલાનું નિર્માણ બોલીવૂડના જાણીતા સેટ ડિઝાઈનર સાબૂ સાઈરિલે કર્યુ છે. સાબૂ જણાવે છે કે 'અમે આ હાઉસને બનાવવની પ્રેરણા કયાંયથી પણ લીધી નથી. અમે તેને મોર્ડન લુક આપ્યુ છે અને ખાસ વાત તો એ છે કે આ હાઉસ પર્યાવરણ હિતૈગી છે. હાઉસની અંદર સૂરજની રોશની માટે સ્થાન રાખ્યુ છે અને બગીચો પણ રાખ્યો છે. અમે કેટલાક કૂલ કૈલીગ્રાફી, ચમકદાર મૈટ ફિનિશવાળા પેપર લગાવ્યા છે જે આધુનિક જમાનાનું લુક આપે છે.
P.R


P.R

P.R

ઈંટિરિયરમાં મુખ્ય રૂપે ગુલાબી રંગની સાથે સફેદ,પીળો, નારંગી અને લીલા રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઘરના કેપ્ટનને માટે જુદા જુદા રૂમ હશે જેમા અટેચ્ડ બાથરૂમ અને બ્સવા માટે નાનકડી જગ્યા રહેશે. કન્ફેશન રૂમનું કાયકલ્પ કરવામાં આવ્યુ છે અને તેને એક બોરિંગ રૂમને બદલે મૈટેલિક ફિનિશની સાથે એક નવા જમાનાનો રૂમ બનાવાયો છે. જેનુ રૂપરંદ બદલાયેલુ જોવા મળશે.
P.R


P.R

P.R

જેલમાં પણ ઘણુ પરિવર્તન કરવામાં આવ્યુ છે અને આ કેટલીક સરપ્રાઈઝોથી ભરપૂર રહેશે. આ વખતે સાજ સજ્જામાં ઘણુ પરિવર્તન કરવામાં આવ્યુ છે ઘરમાં લગભગ 70 કેમરાની સાથે એક એક્ટીવિટી એરિયા અને એક પરફોર્મેંસ એરિયા પણ હશે જ્યા બિગ હાઉસના મહેમાનો દર્શકોનું મનોરંજન કરશે.
P.R

P.R

બગીચામાં 'સલ્લૂના કાયદા'ને દર્શાવનારું ચોથા ભાગનું ખાલી સ્થાન છે જેની સાથે ત્રણ વાંદરા રાખેલ છે, જે બતાવે છે - ખરાબ ન જુઓ, ખરાબ ન સાંભળો અને ખરાબ ન બોલો. ઘરની અંદર વધતા તાપમાનને ઠંડુ કરવા માટે બગીચામાં એક એક્વેરિયમ, હૈંડ પમ્પ અને પૂલ રહેશે. દરેક પોતાની જાતને ફિટ રાખી શકે એ માટે એક જિમ્નેશિયમ પણ છે.
P.R


P.R