શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. ટીવી
  4. »
  5. ટીવી ગપસપ
Written By વેબ દુનિયા|

સન્ની લિઓન ક્યાંક પોતાનો બિઝનેસ પ્રમોટ ન કરે !! - બીસીસીસીની ચેતવણી

P.R

ટીવી રિઆલિટી શો 'બિગ બોસ'માં એડલ્ટ ફિલ્મ એક્ટ્રેસ સન્ની લિઓનને લાવવા સામે મળેલી ઢગલો ફરિયાદને ધ્યાનમાં લેતા બ્રોડકાસ્ટ કન્ટેન્ટ કમ્પ્લેઈન્ટ કાઉન્સિલ(BCCC)એ કલર્સ ચેનલને ધ્યાન રાખવા માટે કહ્યુ છે કે સન્ની લિઓન આ શોમાં પોતાના વ્યવસ્યા 'પોર્નોગ્રાફી'ને પ્રમોટ ન કરે.

સૂત્રએ જણાવ્યા અનુસાર, આ મુદ્દે શુક્રવારે થયેલી બીસીસીસીની મિટિંગ દરમિયાન ચર્ચા થઈ હતી જેમાં શોમાં સન્નીને લાવવા સામેની ઘણી ફરિયાદો સામે આવી હતી. માહિતી અને પ્રસારણ વિભાગે પણ બીસીસીસીને અમુક ફરિયાદો મોકલી છે. આ બાબત વિશે માહિતી ધરાવનાર એક અધિકારીએ જણાવ્યુ હતું કે, "આ મુદ્દે ચર્ચા થઈ હતી અને સન્નીને શોમાં લાવવા વિશે લગભગ 19 ફરિયાદો હતી. જો કે, લિઓનની હાજરીથી કન્ટેન્ટ સંબંધિત કોઈ ઉલ્લંઘન થયુ હોય તેવી કોઈ ઘટના નહોતી જોવા મળી."

અધિકારીઓએ જણાવ્યુ હતું કે ઈન્ડો-કેનેડિયન એડલ્ટ ફિલ્મ એક્ટ્રેસ સન્નીએ શોમાં તેની હાજરી દરમિયાન કોઈ ઉલ્લંઘન નથી કર્યું. તેનો પોર્નોગ્રાફીનો વ્યવસાય પણ ભારતની બહાર સ્થિત છે જે બીસીસીસીની સત્તામાં નથી આવતો. બીસીસીસીને માત્ર એ વિશે ફરિયાદ હતી કે સન્ની ભારતીય ટીવી શોમાં પોતાની હાજરીને પોતાની વેબસાઈટ પર એક પ્રમોશનલ મટિરિયલ તરીકે વાપરી રહી છે. બીસીસીસીના અધિકારીઓએ કહ્યુ કે તેમણે કલર્સ ચેનલના વ્યવસ્થાપકોને સૂચના આપી છે કે તેઓ સન્નીને બિગ બોસ કે કલર્સ ચેનલનું ક્રોસ પ્રમોશન ન કરવા માટે કહી દે અને શો પર તેની હાજરી દર્શાવતી કોઈ પણ લિંક જે તેની વેબસાઈટ સાથે સંકળાયેલી હોય તેને બને તેટલા વહેલા દૂર કરી દે.

અધિકારીઓએ એમ પણ કહ્યુ હતું કે આનો અર્થ એ નથી થતો કે લિઓનને શોમાં ભાગ નહીં લેવા દેવામાં આવે પણ તેને પોતાના પોર્નોગ્રાફઈના વ્યવસાયને પ્રમોટ કરવાની છૂટ નહીં આપવામાં આવે.