શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. ટીવી
  4. »
  5. ટીવી ગપસપ
Written By વેબ દુનિયા|

સબ ટીવી પર શરદ જોશીની વાર્તાઓ

N.D
ટેલિવિઝન પર ફરીથી એક વખત સાહિત્યને જગ્યા મળવાની પરંપરા શરૂ થઈ રહી છે. દુરદર્શન પર તમે કેટલાયે સાહિત્યકારોની વાર્તાઓ, ઉપન્યાસનું નાટ્ય રૂપાંતર જોયું હશે. હવે આ રીતની પહેલ સબ ટીવીએ પણ કરી છે. હિંદીના જાણીતા વ્યંગ્યકાર શરદ જોશીની રચનાઓને હવે 26 ઓક્ટોમ્બરથી સોમવારથી ગુરુવાર સુધી રાત્રે 10 વાગ્યે 'લાપતાગંજ' ના રૂપે સબ ટીવી પર જોઈ શકાશે.

સબ ટીવીના બિઝનેસ પ્રમુખ અનુજ કપૂરે જણાવ્યું કે, આ એક એવો શો છે જેનાથી બધા જ ભારતીયો પોતાને આની સાથે જોડાયેલા અનુભવશે. આ શરદ જોશીની વ્યંગ્ય રચનાઓ પર આધારિત છે. અમને વિશ્વાસ છે કે આ શો તેવી રીતે જ સામાન્ય માણસો વચ્ચે લોકપ્રિય થશે જેવી રીતે તેમની રચનાઓને પ્રશંસા મળી હતી. સાચી રીતે જોઈએ તો આ તેમના સારા કાર્યો માટે શ્રદ્ધાંજલિ છે.

લાપતાગંજ ભારતના એક ગામની વાર્તા છે જેને સરકાર અને પ્રશાસન ઘણાં લાંબા સમયથી ભુલી ગયું છે.